ફૂટવેર કંપનીના શેર એક સપ્તાહમાં ૧૧ ટકા ઊછળ્યા

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ બાદ ફૂટવેર કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે. ફૂટવેર સેક્ટરનો ૬૦ ટકા જેટલો કારોબાર અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, પરંતુ જીએસટીના અમલ બાદ ઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રની કંપનીઓને લાભ થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ફૂટવેર કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને બાટા ઇન્ડિયા, લિબર્ટી શૂઝ, રિલેક્સો કંપનીના શેરમાં તેની સકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી.

જીએસટી કાઉન્સિલે રૂ. ૫૦૦થી નીચો ભાવ ધરાવતા ફૂટવેર ઉપર પાંચ ટકા ટેક્સ લાદ્યો છે, જ્યારે તેનાથી ઊંચો ભાવ ધરાવતી પ્રોડક્ટ ઉપર ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. જીએસટી લાગુ થતાં ઓર્ગેનાઇઝ્ડ ક્ષેત્રની કંપનીઓની આવકમાં વધારો થવાની ધારણા છે.

એક સપ્તાહમાં ઉછાળો
કંપનીનું નામ ટકાવારીમાં ઉછાળો
લિબર્ટી શૂઝ ૧૧.૪૩ ટકા
સુપર હાઉસ ૧૧.૨0 ટકા
બાટા ઈન્ડિયા ૬.૬૩ ટકા
રિલેક્સો ફૂટવેર ૯.૦૪ ટકા
મિર્ઝા ઈન્ટર ૬.૩૩ ટકા
http://sambhaavnews.com/

You might also like