સ્ત્રી હોય કે પુરૂષ સૂતા પહેલાં જરૂર કરો આ કામ

નવી દિલ્હી: આખો દિવસ આપણે ઊભા રહેતા હોઇએ છીએ ક્યાં તો આમથી તેમ ભાગતા રહીએ છીએ. જેના કારણે આપણા પગ દુખી જાય છે. એવામાં પગ ઉપર મસાજ તમને આરામ તો આપશે જ પમ સાથે સાથે પગ સુંદર બનાવવામાં પણ મદદ કરશે.

તજજ્ઞનોનું માનીએ તો સામાન્ય સ્વાસ્થય માટે પણ ફુટ મસાજ ઘણી ફાયદાકારક છે. પગમાં મસાજથી જોડાયેલા ઘણા અભ્યાસ પરથી ખબર પડે છે કે આ દરેક ઉંમરમાં ફાયદાકારક છે.

સારી ઊંઘ બહુ જરૂરી છે પણ આવે કઈ રીતે?

સૂતાં પહેલા પગની મસાજ કરવાના ફાયદા:
1. પગની મસાજથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે.

2. સારી ઊંઘ આવે છે.

3. તણાવ અને થાકને દૂર કરવાનું કામ કરે છે.

4. કમર અને પગના દુખાવાની રાહત માટે.

5. પગને સુંદર અને કોમળ બનાવવા માટે.

ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી સાબુ મસળીને હાથ ધોવા જોઈએ

કેવી રીતે કરશો પગની મસાજ?
દરરોજે પાર્લર જઇને પગની મસાજ કરાવી સંભવિત નથી. પાર્લર જઇને પગે મસાજ કરાવી તે ઘણો ખર્ચાળ ઉપાય છે. જો કે આપણી પાસે દરરોજે એટલો સમય પણ હોતો નથી. એવામાં સૂતાં પહેલા તમે જાતે જ તમારા પગની મસાજ કરી શકો છો.

1. એક મોટા અને ઊંડા વાસણમાં પાણી ભરો અને તેની અંદર એસેન્શિયલ તેલના થોડાં ટીપાં નાંખી દો.

2. 10 થી 20 મિનિટ સુધી તમારા પગને તેની અંદર ડૂબાડીને રાખો. ત્યારબાદ પગને પાણીમાંથી બહાર નિકાળીને સારી રીતે લૂછી દો.

3. હવે એક આરામદાયક ખુરશી પર બેસી જાવ.

4. તમારા ગાબા પગને જમણાં પગના ઘૂંટણ પર રાખીને બેસી જાવ.

5. એક નાની તપેલીમાં ગરમ તેલ લો અને તેને હલ્કા હાથથી પગ ઉપર લગાવો. તમે ઇચ્છો તો નારિયેળનું તેલ અથવા સરસવનું તેલ લઇ શકો છો.

6. હવે આ તેલથી સારી રીતે માલિશ કરો. આંગળીઓને આગળ પાછળ કરીને પણ મસાજ કરો. કારણ કે આખા પગને ફાયદો થાય.

7. હવે આ પ્રક્રિયા તમારા જમણા પગમાં પણ કરો.

You might also like