એપ્રિલથી ગુજરાતમાં ફૂડ સિક્યુરિટી એક્ટ અમલમાં આવે તેવી શક્યતા

ગાંધીનગર: સમગ્ર દેશમાં આગામી તા. ૧ એપ્રિલ, ૨૦૧૬થી ફૂડ સિક્યુરિટી એક્ટને અમલમાં મૂકવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે. જો કે કેન્દ્રની ગરીબોને અન્ન સુરક્ષા આપવાની આ યોજના દોઢ વર્ષને વિલંબ થયો છે. પરંતુ હવે ગુજરાત પણ ૧ એપ્રિલથી ફૂડ સિક્યુરિટી એક્ટની અમલવારી કરે તેવી શક્યતા ઉદ્ભવી છે આમ તો દેશના ૨૫ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફૂડ સિક્યુરિટી એક્ટ અમલમાં મૂકાઈ ગયો છે. હવે આગામી તા. ૧ એપ્રિલથી દેશના ગુજરાત સહિતના અન્ય બાકી રાજયોમાં પણ આ એક્ટ લાગુ થઈ જશે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) તરીકે ઓળખવામાં આ કાયદો છેક ઓકટોબર ૨૦૧૪માં બન્યો હતો.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાયદા હેઠળ ગરીબોને દર મહિને પાંચ કિલો ચોખા, ઘઉં અને બાજરો પ્રતિ કિલો રૃ. ૩, ૨ અને ૧ના ભાવે અપાય છે. અત્યારે દેશના ૫૫ કરોડથી લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જો કે ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજયોમાં ફૂડ સિકયોરિટી એક્ટ અમલમાં મુકાયો ન હતો.

જો કે પાટણ જિલ્લામાં પ્રાંત અધિકારી જે.એલ. શાસ્ત્રીએ જિલ્લાના હારિજ, સમી, શંખેશ્વર તાલુકાની ગ્રામ સભામાં આગામી તા. ૧ એપ્રિલથી ફૂડ સિક્યુરિટી એક્ટ અમલમાં આવશે તેવી જાહેરાત પણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન રાજયના પુરવઠા વિભાગના વર્તુળોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ દેશના અન્ય રાજયોની જેમ ફૂડ સિકયોરિટી એક્ટ અમલમાં મુકાશે. આગામી તા. ૧ એપિલ, ૨૯૧૬થી આ યોજનાનો લાભ મળતો થશે. અંદાજે ત્રણ કરોડથી વધુ લોકોને ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અન્ય સુરક્ષાનો લાભ અપાશે.

તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ફૂડ સિક્યુરિટી એક્ટ યોજનાની જાહેરાત કરાઈ હતી. જો કે ગુજરાતમાં ગરીબોને દર મહિને ૩૫ કિલો અનાજ સસ્તાભાવે અપાતું હોઈ ફૂડ સિક્યુરિટી એક્ટથી ગરીબ વર્ગને દર મહિને ૧૦ કિલો અનાજ ઓછું મળશ તેવો વિવાદ સર્જાયો હતો. તે વખતે માત્ર ૧૧ રાજયોએ એક્ટને લાગુ કર્યો હતો.

જો કે, એનડીએ સરકારના શાસનકાળમાં હવે ૧૧ને બદલે ૨૫ રાજયોએ ફૂડ સિક્યુરિટી એક્ટ અમલમાં મુકી દીધો થે હવે ગુજરાતમાં પણ આ એક્ટ આગામી ૧ એપ્રિલથી અમલમાં આવી જશે.

You might also like