સંઘરાખોરીના પગલે ખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાબંધ અને છૂટક ભાવમાં મોટો તફાવત

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો જોવાયો છે. સંઘરાખોરી અને સટ્ટાખોરીના પગલે જીવન જરૂરી ચીજવસ્તુઓના જથ્થાબંધ અને છૂટક ભાવમાં મોટો તફાવત વધી રહ્યો છે. ખાસ કરીને વિવિધ દાળ, ખાદ્યતેલ, શાકભાજીના જથ્થાબંધ અને છૂટકના ભાવમાં વધતા તફાવતને લઇને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે સરકારે સંઘરાખોરીને રોકવા માટે વિવિધ પગલાં ભર્યાં છે, તેમ છતાં વિવિધ જીવનજરૂરિયાતની ચીજવસ્તુના ભાવ વધતા અટકવાનું નામ નથી લેતા. દરમિયાન સંઘરાખોરીને રોખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સ, કસ્ટમ, રેવન્યૂ ઇન્ટેલિજન્સ, પોલીસ વિભાગની એક સંયુક્ત બેઠક પણ બોલાવવામાં આવી છે.
આગામી દિવસોમાં વધતા ભાવને અંકુશમાં લેવા માટે મોટા વેપારીઓ પર ગાળિયો કસાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

                            જથ્થાબંધ                   છૂટક
 ભાવ (રૂ.)                   ભાવ (રૂ.)
ચણા                      ૮૦                              ૧૦૦-૧૨૦
(પ્રતિકિલો)                 (પ્રતિકિલો)
ડુંગળી                   ૧૦                                ૨૦-૨૫
(પ્રતિકિલો)                 (પ્રતિકિલો)
બટાકા                   ૧૫                                ૨૦-૨૫
(પ્રતિકિલો)                 (પ્રતિકિલો)
સિંગતેલ                ૧૭૦                            ૧૮૦-૧૯૦
(પ્રતિકિલો)                 (પ્રતિકિલો)
મગ                        ૮૦                              ૯૦-૧૧૦
(પ્રતિકિલો)                 (પ્રતિકિલો)

You might also like