તેજસ એક્સપ્રેસમાં નાસ્તો કરતાં 20 લોકોને ફૂડ પોઇઝન

દેશની પ્રથમ હાઇસ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં રવિવારે ફૂડ પોઇઝનીંગ થવાંને લીધે 20 મુસાફરો બીમાર થઇ ગયાં છે. ફૂડ પોઇઝનીંગની જાણ થતાં જ ટ્રેનને કોંકણનાં ચિપલૂન સ્ટેશન પર રોકવામાં આવી. બીમાર મુસાફરોને લાઇફ કેર હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવામાં આવ્યાં.

પ્રીમિયમ ટ્રેન તેજસ એક્સપ્રેસ ગોવાથી મુંબઇ તરફ જઇ રહી હતી ત્યારે જ મુસાફરોને આ ફૂડ પોઇઝનિંગ થઇ ગયું. મુસાફરોએ જ્યારે આ અંગે ફરિયાદ કરી ત્યારે ચિપલૂનમાં જ ટ્રેનને રોકવામાં આવી અને અને દરેક લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં. દરેક બીમાર મુસાફરોની હાલત હાલમાં યથાવત્ જ જણાવાઇ રહી છે.

ટ્રેનમાં સવારનો નાસ્તો કર્યા બાદ મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેનમાં ત્રણસો લોકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ટ્રેન ગોવા અને મુંબઇ વચ્ચે ચાલે છે. તત્કાલીન રેલમંત્રી સુરેશ પ્રભુએ મેં,2017માં તેજસ એક્સપ્રેસને છત્રપતિ શિવાજી સ્ટેશનેથી લીલી ઝંડી દેખાડીને તેને રવાના કરી હતી. આ પ્રીમિયમ રેલગાડી મુંબઇથી ગોવાનાં કરમાલીની વચ્ચે એક સપ્તાહમાં પાંચ વાર ચાલે છે.

You might also like