લગ્ન પ્રસંગના જમણવારમાં ૧૦૦થી વધુને ફૂડ પોઈઝ‌િનંગની અસર થતાં ગભરાટ

અમદાવાદ: મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગના જમણવારમાં ૧૦૦થી વધુ લોકોને ફૂડ પાઈઝ‌િનંગની અસર થતાં ગભરાટની લાગણી જન્મી હતી. અસર પામેલાં તમામને મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં અાવેલા બળિયાદેવચોકમાં રહેતા જગદીશભાઈ દરબારના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ગઈ કાલે જમણવાર યોજાયો હતો. અા જમણવારમાં ગામના તમામ લોકો જમવા અાવ્યા હતા.

જમણ બાદ છાશ પીતાં ૧૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝ‌િનંગની અસર થઈ હતી, જેમાં મોટા ભાગનાં બાળકો પણ હતાં. ફૂડ પોઈઝ‌િનંગની અસર થતાં જ લોકોને ઊલટીઓ શરૂ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ અારોગ્ય વિભાગની ટીમે તાત્કા‌િલક પહોંચી જઈ અસર પામેલા તમામને નડિયાદની સીએચસી હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ બાળકો અને અન્ય લોકોથી ઊભરાઈ ગઈ હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ તાત્કા‌િલક સારવાર શરૂ કરતાં સદ્નસીબે કોઈ જાનહા‌િન થઈ ન હતી.
http://sambhaavnews.com/

You might also like