નાકાબંધીનાં કારણે નેપાળમાં ખાદ્ય સંકટ : દવાઓની પણ અછત

સંયુક્ત રાષ્ટ્ર : નવા સંવિધાનનાં મુદ્દે ચાલી રહેલા વિવાદનાં કારણે નેપાળની મુશ્કેલીઓ વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ પોતાનાં રિપોર્ટમાં ભારતમાંથી આયાતી સમસ્યાઓ અને સીમા પર નાકાબંધીનાં કારણે ત્યાં ખાદ્ય સામગ્રીઓ અને ઇંધણની ગંભીર સમસ્યાઓ હોવાની વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (ડબલ્યુએફપી)એ ભારત અને નેપાળની સંયુક્તસીમાનાં દક્ષિણી હિસ્સા પર આયાત અંગેની સમસ્તાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
એશિયા અને પ્રશાંત માટે ડબલ્યુએફપીનાં ક્ષેત્રીય નિર્દેશક ડેવિડ કાટરડે કહ્યું કે જો વેપાર અટકેલો રહેશે અને ખાદ્ય સામગ્રીઓની કિંમતો વધતી રહેશે તો લોકો ગંભીર સંકટ પેદા થઇ શકે છે. છેલ્લા ત્રણ મહિનાથી દેશ ખાદ્ય સામગ્રીઓ અને ઇઁધણનાં પુરવઠ્ઠાની અછત સામે જજુમી રહ્યો છે. સામગ્રીનાં ભાવો એટલા બધા વધી ગયા છે કે લોકો ખરીદી શકે તેવી પરિસ્થિતીમાં નથી. ભૂકંપ બાદ આ સંકટ વધારે વ્યાપક છે અને તેનાંથી કુપો,ણ વધી શકે છે.
એજન્સી ડબલ્યૂએફીએ કહ્યું કે નેપાળ ખાસ કરીને ભારતમાંથી આયાતી વસ્તુઓ પર નિર્ભર છે. સીમા પર નાકાબંધીનાં કારણે પુરવઠ્ઠો બંધ થઇ જતા ખાદ્યતેલ, ચોખા, દાળ, ખાંડ અને મીઠા સહિતની તમામ મુળભુત જરૂરિયાતની વસ્તુઓનાં ભાવ વધી ગયા છે.

You might also like