નવસારીમાં રેસ્ટોરન્ટ-મોલમાં ફૂડ વિભાગના દરોડા, ગ્રાહકો પણ ભડક્યાં

નવસારી શહેરમાં રેસ્ટોરન્ટ અને મોલમાં ખાદ્યસામગ્રી વેચતા લોકો પર ફૂડ વિભાગે તવાઇ બોલાવી છે. ફૂડ વિભાગે દુકાનો પર વેચાતા શાકભાજી અને વિદેશી ખાદ્ય સામગ્રીઓ પર ચેકિંગ માટે દરોડા પાડ્યા હતા.

ફૂડ વિભાગના અધિકારીઓએ આ મામલે દરોડા પાડી દુકાનો સીલ કરવાનો પણ હુકમ કર્યો છે. ઉપરાંત ફૂડ વિભાગે રિલાયન્સ મોલમાં વેચાઈ રહેલી શાકભાજી પર પણ દરોડા પાડ્યા હતા.

અધિકારીઓએ નાસ્તાની દુકાનો પરથી સેમ્પલ લીધા હતા અને વાંધાજનક સ્થળને સીલ કરતા શહેરમાં ફફળાટ ફેલાયો હતો. અધિકારીઓ દ્વારા ખરાબ ફૂડના સેમ્પલ લેવાતા ગ્રાહકોએ પણ બગડેલા શાકભાજીઓ જોઈને હંગામો મચાવ્યો હતો.

ખરાબ ફૂડના કારણે નાગરિકોના સ્વાસ્થયને કથળતું રોકવા માટે ઘટનાની ગંભીરતા લઈને શાકભાજીઓ અને અન્ય બગડી ગયેલી ચીજવસ્તુઓને જપ્ત કરવાની કામગીરી અધિકારીઓએ હાથ ધરી છે.

You might also like