રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. જે અંતર્ગત તંત્ર દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ છેડા પરના દધિચી બ્રિજનાં નીચે ફૂડ કોર્ટ ઉભી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ નદીની પૂર્વ દિશાએ દધિચી બ્રિજ તથા સુભાષબ્રિજ વચ્ચે બનાવાયેલા ગાર્ડનનાં દધિચી બ્રિજના છેડા સાથે તંત્ર દ્વારા ૧૯ દુકાન બનાવાઈ છે. ગાર્ડનનાં ગેટ નંબર-૧ પાસે બનાવાયેલી ૧૯ દુકાન પૈકી ૧૪ દુકાનને ભાડેથી આપવા માટે કવાયત આરંભાઈ છે. જે માટે તંત્ર દ્વારા જાહેર ટેન્ડર મંગાવાયા છે.

આ દુકાનોની બાજુમાં દધિચી બ્રિજની નીચે ૧૦ જેટલા ફૂડ કોર્ટ પણ બનાવાઈ છે. આ ફૂડ કોર્ટ પણ ભાડેથી આપવાનું આયોજન પણ કરાયું છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આગામી ૨૭ નવેમ્બર મુજબ દુકાન કે ફૂડ કોર્ટ ભાડેથી મેળવવામાં રસ ધરાવતી વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઓફર મંગાવાઈ છે.

You might also like