ખોરાકમાં કોપર ઉમેરો, ચરબી ઝડપથી બર્ન થશે

વિશ્વભરમાં વેઈટલોસનો સવાલ સામાન્ય બન્યો છે ત્યારે વૈજ્ઞાનિકો પણ અા મુદ્દો જાતજાતના સંશોધનો કરવામાં વ્યસ્થ બન્યા છે. વૈજ્ઞાનિકો રોજ વેઈટલોસ માટે નવા નવા અખતરા કરતા રહે છે. તાજેતરમાં કરેલા સંશોધન મુજબ તમારા ખોરાકમાં જો કોપર એટલે કે તાંબાનો સમાવેશ કરવામાં અાવે તો ચરબી ઝડપથી બળે છે. કોપર ચરબી બાળવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. કોપર વધુ હોય તો ઝડપથી ફેટ બર્ન થાય છે. વળી કોપર શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. કોપર લીલી શાકભાજી, મશરૂમ, તેલિબિયા અને કઠોળમાંથી મળી અાવે છે.

You might also like