ફૂડ બગડ્યું છે કે નહીં તે ચેક કરતું સેન્સર શોધાયું

જાપાનના વૈજ્ઞાનિકોએ નાનકડી પારદર્શક ફિલ્મ બનાવી છે. જે કહીં અાપે છે કે ફિશ અને માંસ બગવાનું શરૂ થઈ ગયું છે કે નહીં પ્લાસ્ટિકની એક સે.મી. લાંબી ફિલ્મને જે તે ફૂડ પ્રોડક્ટ પર મૂકવામાં અાવે તરત તે ડિટેક્ટ કરે છે કે ખોરાક બગડી ગયો છે કે નહીં. જાપાનની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ફૂડ પ્રોડક્ટ પરના બેક્ટેરિયા ખોરાકમાં સડો ઉત્પન્ન કરે તો તેમાં ખાસ પ્રકારના એમિનોએસિડ ઉદ્ભવે છે. જેને અા સેન્સર પારખી લે છે.

You might also like