ખાણીપીણી પણ કલરફુલ

આપણા ભોજનમાં હવે વિવિધ રંગોની સજાવટ જોવા મળે છે. ગુજરાતીઓ તો જમવાની થાળી પણ કલરફુલ ઈચ્છે છે. થાળીમાં દરેક રંગની આઈટમ હોવી જોઈએ. ખાદ્ય ચીજોની પસંદગીમાં રંગોની સાથે તેની ગુણવત્તા પણ જોવાય છે.
રાજકોટનાં ન્યુટ્રિશિયન ડૉ. મોનાલી તન્ના કહે છે, “ખાદ્યચીજોના રંગોને શરીરવિજ્ઞાન સાથે જોડવામાં આવે છે. લીલા શાકભાજી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

નારંગી, ગાજર, સંતરાં, મોસંબી, પપૈયાં જેવા લાલ-પીળા-કેસરી રંગની ચીજોમાં ભરપૂર વિટામિન હોય છે. લાલ કલરમાં બીટ, ટામેટાં કે તરબૂચનો પણ વધુ ઉપયોગ થાય છે. ડેરી કે બેકરી પ્રોડક્ટ્સને પણ ખાદ્ય રંગો દ્વારા કલરફુલ બનાવવામાં આવે છે.”

હેલ્થ કન્સલટન્ટ એસ.કે.મારુ કહે છે, “વ્યક્તિ હવે ખાણીપીણીમાં પણ કલર પસંદ કરે છે. કોઈ ચીજ આરોગવાની હોય ત્યારે તેનો રંગ પણ જોવામાં આવે છે. જાંબલી રંગની ચીજો આંખ અને માનસિક બીમારીમાં ઉપયોગી બને છે તો પીળા રંગની ચીજો પાચનક્રિયામાં અને કુષ્ઠ રોગમાં ઉપયોગી છે. આમ, વિવિધ રંગની ખાણીપીણીનું હવે મહત્ત્વ વધ્યું છે.”

દેવેન્દ્ર જાની

You might also like