આતંકી હુમલાના પગલે યુરોપની ટૂર પર અસર

અમદાવાદ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે નવેમ્બર-ડિસેમ્બરમાં ફ્રાન્સ અને યુરોપની ટૂર પર અસર પડી છે. પેરિસ ટૂરિસ્ટોનું પસંદગીનું સ્થળ રહ્યું છે. આગામી બે-ત્રણ મહિનામાં ટૂર ઓપરેટરો દ્વારા યોજાનારી યુરોપની પેકેજ ટૂરમાંથી ફ્રાન્સની બાદબાકી થઇ રહી છે. તો બીજી બાજુ યુરોપ જવા માગતા ટૂરિસ્ટો બુકિંગ કરાવતા ખચકાઇ રહ્યા છે. જ્યારે જેમણે યુરોપની ટૂર માટે બુકિંગ કરાવ્યું છે તે પૈકીના ઘણા લોકો કેન્સલ કરાવવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ફ્રાન્સમાં આતંકવાદી હુમલાનો પડઘો સમગ્ર યુરોપમાં પડયો છે. યુરોપના અન્ય દેશોમાં પણ આતંકી હુમલાની ભીતિના પગલે ટૂરિસ્ટો યુરોપના પ્રવાસની યોજના પર ફેરવિચારણા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પેરિસની મુલાકાતે પ્રતિ વર્ષ દોઢ કરોડ જેટલા વિદેશી પ્રવાસીઓ જાય છે. જેમાં ચારથી પાંચ લાખ ભારતીયો હોય છે. ફ્રાન્સ સુરક્ષા છાવણીમાં ફેરવાયું છે. આતંકી હુમલાના પગલે ફ્રાન્સ સરકાર તમામ વિદેશીઓની અવરજવર નિયંત્રિત કરી રહી છે. બીજી બાજુ પેરિસમાં એફિલ ટાવર સહિતના પ્રવાસીઓનાના મનપસંદ સ્થળો થોડા દિવસ બંધ રહેશે.

આ અંગે ગુજરાત ટૂર અને ટ્રાવેલ્સ એજન્ટ અસોસિયેશનના પ્રમુખ મનોજ શાહે જણાવ્યું કે, પેરિસમાં થયેલા હુમલા બાદ હજુ સુધી કોઈ યુરોપ જતી કોઈ પણ ટૂરમાં કેન્સલેશન જોવા નથી મળી રહ્યા. ફ્રાંસને યુરોપ ટૂરમાંથી બાદબાકી કરવામાં આવ્યું છે તે માત્ર ખોટી અફવાઓ છે. જ્યારે 9 ડિસેમ્બર સુધી માત્ર પેરિસમાં મોન્યુમેન્ટ બંધ રાખવામાં આવશે .

આ અંગે હાર્ટ હોલીડેસનાં ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરે વિરેશ કોટકે જણાવ્યું કે, ” હાલમાં કોઈ કેન્સલેશન જોવા મળ્યા નથી અને ફ્રાંસને પણ બાદબાકી કરવામાં આબ્વ્યું નથી. આજનાં દિવસ બાદ કોઈ કેન્સલેશન થાય તો તે જોવાનું રહેશે . જ્યારે ફ્રાંસ યુરોપનાં પેકેજમાં રૂટ હોય છે જેમામાંથી નિકળી ના શકે, માટે ફક્ત મોન્યુમેન્ટસ બંધ કરવામાં આવે.

You might also like