બેન્ક-મેટલ શેરમાં ઘટાડાના પગલે શેરબજાર રેડ ઝોનમાં

અમદાવાદ: શેરબજાર ગઇ કાલે નવી ઊંચાઇએ બંધ જોવાયા બાદ આજે શરૂઆતે શેરબજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાતી જોવા મળી હતી. બેન્ક અને મેટલ શેર તૂટ્યા હતા. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૨૨ પોઇન્ટના ઘટાડે ૩૬,૦૬૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૮૩ પોઇન્ટના ઘટાડે ૧૧,૦૪૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક નિફ્ટી પણ ૧૩૮ પોઇન્ટ તૂટી ૨૭,૩૬૦ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે કોલ ઇન્ડિયા કંપનીનો શેર ૧.૩૮ ટકા તૂટ્યો હતો. એશિયન પેઇન્ટ્સ અને આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર પણ નેગેટિવ ખૂલ્યો હતો, જ્યારે બજાજ ઓટો, હીરો મોટો કોર્પ અને એનટીપીસી કંપનીના શેરમાં ૦.૫૩ ટકા સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર પણ તૂટ્યા હતા.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારમાં જોવાયેલ ઘટાડો તથા બજેટ પૂર્વે જોવાયેલ આશંકાના પગલે શેરબજારમાં નરમાઇની ચાલ નોંધાતી જોવા મળી હતી.

આવતી કાલના પરિણામ પૂર્વે આ અગ્રણી કંપનીના શેરમાં જોવાયેલી વધ-ઘટ

કંપનીનું નામ શેરમાં વધ-ઘટ
અરવિંદ – ૨.૧૮ ટકા
ડાબર – ૦.૧૫ ટકા
ICICI બેન્ક – ૦.૮૩ ટકા
એલ એન્ડ ટી – ૦.૬૫ ટકા
એનટીપીસી + ૦.૬૪ ટકા
એસ્કોર્ટ + ૦.૯૯ ટકા

 

ખાનગી બેન્કના શેર તૂટ્યા

એક્સિસ બેન્ક ૦.૨૧ ટકા
ફેડરલ બેન્ક ૨.૩૪ ટકા
એચડીએફસી બેન્ક ૦.૫૪ ટકા
ICICI બેન્ક ૦.૯૭ ટકા
ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૬૭ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૩૬ ટકા

You might also like