અનામત આંદોલનનાં પગલે દિલ્હીમાં પાણીની તંગી સર્જાઈ

નવી દિલ્હી : દિલ્હીમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રીય પાટનગરમાં પાણી નથી. આ કટોકટી બે દિવસ સુધી ચાલી શકે છે. હરિયાણામાં આંદોલનના કારણે મુનાક કેનાલમાંથી દિલ્હી આવતું પાણી રોકી દેવામાં આવ્યું છે. પાણી પુરવઠો પહોંચી રહ્યો નથી જેથી દિલ્હીમાં હવે કટોકટી ઉભી થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય અને હરિયાણા મંત્રાલય સાથે વાતચીત થઇ છે.

ગઇકાલ રાજનાથસિંહ સાથે પણ વાતચીત થઇ હતી. તેમના આવાસ પર ઇમરજન્સી બેઠક બાદ કેજરીવાલે આ મુજબની વાત કરી હતી. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના ચીફ જસ્ટિસ સિવાય અન્યત્ર પાણીની તકલીફ થઇ રહી છે. આંદોલનકારી જાટોએ મૂનક નહેરનો દરવાજો તોડી નાખ્યો હતો. તેના કારણે સાત ટ્રિટમેન્ટ પ્લાન્ટ સૂકાઈ ગયા છે. દિલ્હીવાસીઓને ૬૦ ટકા પાણી જ મળી શક્યું હતું.

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તાકીદની બેઠકો બોલાવી હતી. દિલ્હી જળ બોર્ડને (ડીજેબી)ને આદેશ કર્યો છે કે તેઓ ત્વરિત સુનાવણીની માંગણી સાથે સુપ્રીમમાં રજૂઆત કરે. દિલ્હી પાણી પુરવઠા પ્રધાન કપિલ મિશ્રાએ ડીજેબીના અધિકારીઓ સાથે કટોકટીની બેઠક યોજી હતી. સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી યોગ્ય પાણી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મૂનક નહેરની સુરક્ષા માટે ટૂંક સમયમાં લશ્કરને ફરજ ઉપર મુકવામાં આવશે.

દિલ્હીમાં જળસંકટ ઊભું થયું હોવાથી દિલ્હીની તમામ શાળાઓ અને કૉલેજોમાં સોમવારની રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉત્ત્।ર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરના કહેવા પ્રમાણે, ગઈકાલથી જયપુર – દિલ્હીનો મહત્વપૂર્ણ રેલવે રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયધીશ, સંરક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલોને બાદ કરતાં તમામ વચ્ચે પાણીનું સમાન વિતરણ કરવામાં આવશે.

You might also like