Categories: Tech

આવી રીતે ફેસબુકથી બચાવો તમારા વોટ્સઅપનો ડેટા

નવી દિલ્હી: વોટ્સઅપ જલ્દીથી તમારાથી જોડાયેલી કેટલીક જાણકારીઓ અને ડેટા ફેસબુક સાથે શેર કરશે. એનાથી ફેસબુક તમને વધારે ટાર્ગેટેડ વિજ્ઞાપન દેખાડશે. જો તમે ફેસબુક સાથે જાણકારીઓ શેર કરવાની અનુમતિ આપી દીધી , તો તમને વોટ્સઅપ પર વિજ્ઞાપન જોવા મળશે નહીં, પરંતુ તેના ડેટાના આધાર પર ફેસબુક તમને ફ્રેન્ડ બનાવવાનો વિકલ્પ અને કેટલાક અન્ય પ્રકારના વિજ્ઞાપન જરૂર દેખાડશે.

જો તમને એનાથી સમસ્યા હોય અને તમે ઇચ્છતા નથી કે તમારા વોટ્સઅપનો ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવે તો એક રીત છે જે તમને આ પરિસ્થિતિ માંથી બહાર નિકાળશે. તમારે મેન્યુઅલ સેટિંગમાં જઇને ડિસેબલ કરવું પડશે.

વોટ્સઅપ તમને સર્વિસના નવા નિયમોની અપડેટ જાણકારી મેસેજ કરશે. તેનો સ્વીકાર કરશો નહીં. જ્યારે તમે એપ્લીકેશન ખોલશો, તો તમને પેજ જોવા મળશે. આની ઉપર પૂછવામાં આવશે કે શું નવી શરતો સાથે મંજૂર છે.

એકાઉન્ટ શેટિંગના પેજ પર નીચેની તરફ શેર માય એકાઉન્ટ ઇન્ફો લખેલું જોવા મળશે. તેની પાસે બનેલા બોક્સ પર પહેલાથી જ ટીક કરેલું હશે, તેને અનચેક કરો. ત્યારબાદ એક મેસેજ આવશે તેને ડોન્ટ શેરનો વિકલ્પ પસંદ કરો. પછી તમે એકાઉન્ટ શેટિંગના એ પેજ પર આવી જશો.

જો તમને વોટ્સઅપ સ્ક્રીન ખોલવા પર સર્વિસ પેજની આ અપડેટ ટર્મ્સ નથી દેખાઇ રહ્યા તો હેરાન થવાની કોઇ જરૂર નથી. કારણ કે આ નવા નિયમો તમારા મોબાઇલમાં હાલમાં લાગૂ થયા હશે નહીં. તે તમને જલ્દીથી જોવા મળશે.

Krupa

Recent Posts

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

40 mins ago

મતદાન માટે પીએમ મોદીની અપીલ: પોલિંગ બૂથ પર મચાવો ‘ટોટલ ધમાલ’

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તીઓને ફરી એક વખત અપીલ કરી છે કે…

1 hour ago

ફતેહવાડીના રો હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 20 પકડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રો હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૨૦ જુગારિયાઓને ઝડપી લીધા હતા. મળતી…

1 hour ago

હિતરુચિવિજયજી મહારાજ સાહેબની પાલખીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સુવિશાલ ગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવકતા આચાર્ય ભગવંત શ્રીમંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના અંતિમ શિષ્ય મુનિરાજ હિત રુચિવિજયજી મહારાજ સાહેબ ગઈ…

1 hour ago

ત્રણ કરોડ રૂપિયા માટે ‘બિગ બ્રધર’ શોમાં ગઈ હતી શિલ્પા શેટ્ટી

(એજન્સી)મુંબઈ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જીવનમાં ઘણીવાર રિજેકશનનો સામનો કર્યાની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે મારી કેરિયરના પ્રારંભિક…

1 hour ago

ગુજરાતની બાકી 10 બેઠકના ઉમેદવાર BJP આજે જાહેર કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની ર૬ બેઠકો માટે ભાજપે ગઇ કાલે ૧પ ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકી રહેલી…

2 hours ago