આ 7 સ્ટેપ ફોલો કરીને whatsappથી તમે પણ કરી શકો છો video call

એક લાંબા સમય સુધી રાહ જોયા બાદ whatsappથી હવે તમે Video calling કરી શકો છો. વોઇસ કોલ ફીચરતો whatsapp ઘણા સમય પહેલા શરૂ કરી ચૂક્યું છે પરંતુ વિડીયો કોલની સુવિધાનો ઘણા સમયથી રાહ જોવાતી હતી. બસ એના માટે તમારે ફક્ત whatsappનું બિટા વર્ઝન અપડેટ કરવું પડશે. આજે અમે તમને જણાવીએ છીએ કે તમે કેવી રીતે whatsappમાં વિડીયો કોલિંગનો લાભ ઊઠાવી શકો છો.

આ 7 સ્ટેપને ફોલો કરીને ઊઠાવો સર્વિસની મજા

1. whatsapp અપડેટ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોરને ઓપન કરો.

2. હવે મેન્યુમાં જઇને My app and games પર ક્લિક કરો.

3. અહીં જઇને તમને તમારી દરેક એપ જોવા મળશે. સાથે મેન મેન્યુમાં Installed, All અને Beta લખેલું જોવા મળશે.

4. અહીં તમારે beta પર ક્લિક કરીને તમારા whatsappને અપડેટ કરવું પડશે.

5. આ અપડેટ થયા બાદ જેને વીડિયો કોલ કરવાનો હોય એના ચેટ બોક્સમાં જાવ.

6. આ અપડેટ થયા બાદ જ્યારે તમે કોલના બટન પર ક્લિક કરશો તો ત્યાં તમને voice અને videoનો વિકલ્પ જોવા મળશે.

7. Video પર ક્લિક કરતાં જ ફ્રન્ટ કેમેરો ચાલુ થઇ જશે અને કોલ શરૂ થઇ જશે.

You might also like