ધુમ્મસની અસરઃ શુક્રવારે પણ નવ ફલાઈટ મોડી પડી

અમદાવાદ: અમદાવાદથી આવતીજતી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલની નવ ફલાઈટ એક યા બીજા કારણસર પા કલાકથી લઈને એક કલાક સુધી મોડી પડી હતી.  લંડનથી આવતી એર ઈન્ડિયાની એઆઈ૧૩૦ નંબરની ફલાઈટ અડધો કલાકમોડી આવી હતી. કુવૈતથી આવતી એર ઈન્ડિયાની એઆઈ૯૮૨ નંબરની ફલાઈટ પોણા કલાક કરતાં વધુ અને દુબઈથી આવતી એમિરેટ્સની ઈકેપ૩૮ નંબરની ફલાઈટ અડધો કલાક જેટલી મોડી આવી હતી તો મંુબઈથી આવતી ઈથિયોપિયન એરલાઈન્સની ઈટી૧૭૭૪ નંબરની ફલાઈટ પણ અડધો કલાક મોડી હતી.

જયારે અમદાવાદથી મુંબઈ જતી ઈન્ડિગોની ૬ઈર૪ર નંબરની ફલાઈટ પા કલાક કરતાં વધુ સમય મોડી ઉપડી હતી. તેવી જ રીતે મુંબઈ જતી એર ઈન્ડિયાની એઆઈ૬૧૪ નંબરની ફલાઈટ અડધા કલાક કરતાં વધુ સમય મોડી પડી હતી. જયારે દુબઈ જતી એમિરેટ્સની ફલાઈટ ઈકેપ૩૯ નંબરની ફલાઈટ અડધો કલાક મોડી ઉપડી હતી. આ ઉપરાંત દુબઈ જતી ફલાય દુબઈની એફઝેડ૪૩૮ નંબરની ફલાઈટ પા કલાક મોડી ઉપડી હતી. જયારે એર ઈન્ડિયાની એઆઈ૯૮ર નંબરની ફલાઈટ અડધો કલાક મોડી ઉપડી હતી, જેના કારણે હજારો મુસાફરોને પરેશાની પડી હતી.

You might also like