ધુમ્મસના કારણે રદ્દ થયેલી ટ્રેનો 13 ફેબ્રુઆરી સુધીમાં થશે શરૂ

હવામાનની પરિસ્થિતિ અને આગામી દિવસનું પૂર્વાનુમાનની સમીક્ષા પછી રેલવે વિભાગે ધુમ્મસના કારણે પૂર્વમાં રદ્દ કરેલી બધી ટ્રેનો આવતા અઠવાડિયા સુધીમાં ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આઠ ફેબ્રુઆરીથી પેસેન્જર, મેલ અને એક્સપ્રેસ ટ્રેન સહિત બધી 258 ટ્રેન એક અઠવાડિયાની અંદર ધીરે-ધીરે ચલાવવામાં આવશે.

આ અગાઉ 29 ફેબ્રુઆરી સુધી બધી ટ્રેનની કુલ 129 જોડીને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આઠ ફેબ્રુઆરીથી રેલવે સેવા ફરી ધીરે-ધીરે શરૂ કરવામાં આવશે અને 13 ફેબ્રુઆરી સુધીમાં પુરુ કરવામાં આવશે. રેલવે વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય લેતા અગાઉ હવામાન વિભાગની સ્થિતિ તેમજ આગામી દિવસોનું પૂર્વાનુમાનની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઠંડીની સીઝન પહેલા ધુમ્મસથી બચવા માટે યોજના બનાવી હતી. આ યોજના પછી રદ્દ કરાયેલ ટ્રેનોની યાદી જાહેર કરી હતી.

You might also like