ઉત્તર ભારતના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ, 12 ટ્રેનોનો સમય બદલાયો

નવી દિલ્હીઃ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં અનેક શહેરોમાં આજે પણ ગાઢ ધુમ્મસ ફેલાયેલું છે. જેના કારણે ટ્રેનોની અવરજવર પર પણ અસર થઇ રહી છે. દિલ્હી આવન જાવન કરી રહેલી ફ્લાઇટો પણ મોડેથી ઉપડી રહી છે. ઉત્તર પ્રદેશમાં ઓછી વિઝિબિલિટીને પગલે માર્ગ અકસ્માત  થયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે 12 ટ્રેનોનો સમય બદલાયો છે. 70 ટ્રેનો મોડી ઉપડી છે. લખનઉ અને અમૃતસરમાં પણ ઘુમ્મસ હોવાને કારણે ફ્લાઇટની અવર જવર પર અસર પડી છે.

You might also like