ધુમ્મસને કારણે ખોરવાયો ટ્રેન વ્યવહાર, 32 ટ્રેનો કરાઇ કેન્સલ

નવી દિલ્હીઃ ધુમ્મસને કારણે રેલવેનો વ્યવહાર પણ ખોરવાયો છે. ધુમ્મસમાં ન તો ડેટોનેટર કામમાં આવી રહ્યું છે ન તો ફોક સેફ ડિવાઇસ. ધુમ્મસને કારણે સતત ટ્રેનો મોડી થઇ રહી છે. તો કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી રહી છે. ધૂમ્મસને કારણે 64 ટ્રેનોને એક જ મહિનામાં કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયમાં આ ટ્રેનો 2771 ફેરા લગાવતી હતી. જે હવે નહીં લગાવી શકે. આ ટ્રેનો સપ્તાહમાં એક દિવસ  ચાલે. ત્યારે રેલવે મુસાફરોની મુશ્કેલી હાલ પૂરતી તો ઓછી નહીં થાય. હવે 64 ટ્રેનો કેન્સલ થવાને કારણે મુસાફરોને તેમની મુસાફરીમાં ફેરફાર કરવો પડશે. જે મુસાફરોએ આ ટ્રેનોની ટિકિટ બુક કરાવી હશે તેમની ટિકિટ પણ કેન્સલ થઇ જશે.

રેલવે બોર્ડે આ બાબતે તમામ રેલવે જોનને આદેશ આપ્યો છે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે 17 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી રેલવે વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. રેલવે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જે ટ્રેનો નિયમિત રીતે ચાલે છે તેને તેના નિયત સમયે ઉપાડવામાં આવે. દર વર્ષે ધુમ્મસને કારણે સંખ્યાબંધ ટ્રેનો રેલવે વિભાગ દ્વારા કેન્સલ કરવામાં આવે છે. જોકે ગત વર્ષે ધુમ્મસનું વાતાવરણ ન હોવાથી ટ્રેનો રદ્દ કરવામાં આવી ન હતી.

home

You might also like