ઘાસચારાકાંડમાં રાંચીની CBI કોર્ટમાં હાજર થતા લાલુ યાદવ

પટણા: બિહારના ચકચારી ઘાસચારાકાંડમાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. તેઓ ગઈ કાલે સાંજે જ રાંચી પહોંચી ગયા હતા.

બિહારના આ ચકચારી ઘાસચારા કેસમાં ચાઈબાસા કોષાગારમાંથી ગેરકાયદે િનકાસ કરવાના મામલે અદાલતે તેમની સામે સમન્સ જાહેર કર્યું હતું.ચાઈબાસા કોષાગારમાંથી ત્રણ કરોડ ૩૧ લાખની ગેરકાયદે િનકાસ કરવામાં આવી હતી. આ કેસમાં લાલુ સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જે અંગે કેસ ચાલતો હતો, જેમાં આજે લાલુપ્રસાદ યાદવને સીબીઆઈ તરફથી આ કેસના સાક્ષીઓ અંગે િનવેદન આપવાનું હોવાથી તેઓ આજે CBIની કોર્ટમાં હાજર થયા હતા. સીબીઆઈએ આ કેસમાં આજે તેનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો, અા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘાસચારાકાંડના ૪૮ આરોપી પૈકી અત્યાર સુધીમાં ૧૫ આરોપીનાં મોત થયાં છે, તેમંાથી આજે ૨૭ આરોપી હાજર થયા હતા, જ્યારે બે આરોપી રામેશ્વર ચૌધરી અને મહંમદ સૈયદ સરકારી સાક્ષી
બન્યા છે.

સીબીઆઈઅે જણાવ્યું છે કે આ કેસમાં જે આરોપીઓ કોર્ટમાં હાજર થયા નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમની સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરી શકાય તેમ છે. આજે લાલુ યાદવ ઉપરાંત જગદીશ શર્મા, આર.કે. રાણા, કે. અરુમુગમ્ સહિત અનેક લોકો કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રને હાઈકોર્ટે હાલ હાજર થવામાંથી છૂટ આપી છે.

You might also like