ચારા ગોટાળા મુદ્દે કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઇ

રાંચી : રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો આફતા હાઇકોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે ચારા ગોટાળાની સુનવણી સીબીઆઇનાં જજ શિવપાલ સિંહની કોર્ટથી ટ્રાન્સફર કરવાની અરજીને ફગાવી દીધી છે. હાઇકોર્ટનાં જસ્ટીસ અપરેશ કુમાર સિંહે મેરિટનાં આધારે આ અરજી ફગાવી દીધી હતી.

હાઇકોર્ટમાં દાકળ પીટિશનમાં લાલુનાં વકીલે કહ્યું કે ચારા ગોટાળાનાં બે કેસમાં કોઇ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. આરજેડી સુપ્રીમોનાં વકીલ પ્રભાત કુમારે કહ્યુ હતું કે સુનવણી કરી રહેલા જજનો વ્યવહાર સારો નથી. આ લોકોને કોર્ટથી આરસી 64એ/96 અને આરસી 38એ/96ને બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવા સંબંધીત અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

You might also like