ચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર, 3જી જાન્યુ.એ સજાનું એલાન

બિહારનો બહુચર્ચિત ચારા કૌભાંડ પર કોર્ટનો ચૂકાદો આવ્યો છે. આ કૌભાંડના આરોપમાં ફસાયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, જગન્નાથ મિશ્ર સહિત અનેક દિગ્ગજ્જોના ભવિષ્ય પર આજે નિર્ણય આવ્યો છે. લાલૂ યાદવને દોષિત જાહેર કરાયા છે અેન 3જી જાન્યુઆરીએ સજાનું એલાન કરાશે.

ઘાસચારા કૌભાંડના એક કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂપ્રસાદ યાદવને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. દેવઘર કોષાગાર કેસમાં રાંચી કોર્ટે લાલૂ યાદવને કલમ-407, 467 અને 409 મુજબ દોષિત જાહેર કર્યા છે. જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને વિર્દોષ જાહેર કર્યા છે. તેમના સિવાય ધ્રુવ ભગતને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

જોકે સીબીઆઇ કોર્ટ આ મામલે સજાની સુનાવણી આગામી 3 જાન્યુઆરીના કરવાની છે. ત્યાં સુધી લાલૂ યાદવ રાંચી જેલમાં રહેશે.. પોલીસ દ્વારા લાલૂ યાદવને હાલ રાંચી જેલ લઈ જવાયા છે. જ્યાં તેઓ 3 જાન્યુઆરી સુધી રહેશે. મહત્વનું છે કે, આ કેસમાં કુલ 22 આરોપીઓ હતા. જેમાંથી 6 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાકીના તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

લાલુ પ્રસાદ યાદવ તેમજ તેમનો પુત્ર તેજસ્વી યાદ રાંચી કોર્ટ પહોંચી ગયા છે. જ્યારે કોર્ટની બહાર લાલુની પાર્ટીના સમર્થકો એકત્ર થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2જી  અને કૌભાંડ મામલમાં હાલમાં આવેલા નિર્ણયથી બધા ઘણા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 2જી અને આદર્શમાં આવેલા નિર્ણય બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે દાવો કર્યો છે કે ચારા કૌભાંડમાં પણ આ પ્રકારનો નિર્ણય આવશે.

શું છે ચારા કૌભાંડ ?
1994માં સામે આવ્યું ચારા કૌભાંડ
950 કરોડની ગેરરીતિનો મામલો
ગરીબોના પશુધન માટે આર્થિક મદદની યોજના
ચારા માટે આવેલા કેન્દ્રીય ભંડોળમાં કૌભાંડ આચરાયું
લાલુ સરકાર, અધિકારી અને વેપારીઓની મિલીભગત
1996માં ચાઇબાસા કોષાગાર પર દરોડા પડ્યા
દસ્તાવેજો દ્વારા ચારા આપૂર્તિના નામ નકલી કંપનીઓનો ભાંડાફોડ

You might also like