સાબુ રંગીન હોવા છતાં એનું ફીણ કેમ સફેદ જ હોય છે?

નહાવાનો સાબુ લાલ, લીલા, ઓરેન્જ, પીળા એમ જાત જાતના રંગોનો છે; પરંતુ જ્યારે એમાંથી ફીણ વળે ત્યારે એ રંગીન હોવાને બદલે સફેદ રંગનું જ કેમ હોય છે? કોઈપણ ચીજમાં પોતાનો રંગ નથી હોતો, પરંતુ જે તે ચીજ પર પ્રકાશનાં કિરણો પડે ત્યારે એમાંથી કેટલાક રંગો શોષાઈ જાય છે અને કેટલાક રંગો પરાવર્તિત થાય છે.

જે પરાવર્તિત થાય છે એ રંગ આપણને દેખાય છે અને આપણે જે તે ચીજનો રંગ નક્કી કરીએ છીએ. આ નિયમ મુજબ જો કોઈ વસ્તુ તમામ રંગોના કિરણો એબ્સોર્બ કરી લે તો એ કાળી દેખાય છે, જ્યારે જે વસ્તુ તમામ રંગોનાં કિરણોને પરાવર્તિત કરી દે તો એ સફેદ રંગની દેખાય છે. સાબુના ફીણમાં પણ આ નિયમ લાગુ પડે છે.

ફીણ કોઈ ઠોસ ઘન પદાર્થ નથી. ફીણ પાણી, હવા અને સાબુના કણોથી મળીને તૈયાર થયેલી પાતળી ફિલ્મ જેવું હોય છે. અત્યંત પાતળા પરપોટાઓ ભેગા મળીને ફીણ પેદા કરે છે. સાબુના પ્રત્યેક પરપોટા પર સૂર્યના કિરણો પડે છે અને અલગ અલગ દિશામાં એ પરાવર્તિત થવા લાગે છે. મતલબ કે કિરણો કોઈ એક જ દિશામાં જવાને બદલે અલગ અલગ દિશામાં વિખરાઈ જાય છે.

You might also like