આનંદીબેન બન્યા MPના રાજ્યપાલ, ગુજરાતને MPમાં આવવા આમંત્રણ આપ્યું

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જો કે પહેલા આનંદીબેને રાજ્યપાલ બનવા અંગે કંઈ ખબર નથી, તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જો કે હવે આનંદીબેન પટેલ રાજભવન પહોંચી ગયા છે.

આનંદીબહેન રાજ્યપાલ ઓ.પી.કોહલીને રાજભવનમાં મળ્યા હતા. મધ્યપ્રદેશની વર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા કરવા માટે આનંદીબેન રાજભવન પહોંચ્યા છે. આનંદીબેને રાજ્યપાલ બનવા અંગે ખુશી વ્યક્ત કરી છે.

આનંદીબેને વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો હતો. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આનંદીબેને કહ્યું કે, મને
સોંપાયેલી રાજ્યપાલની જવાબદારી બંધારણીય છે અને હું આ જવાબદારી સારી રીતે નિભાવીશ. એટલું જ નહીં આનંદીબેને ગુજરાતની પ્રજાને મધ્યપ્રદેશ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પહેલા આનંદીબેનનો લખેલો એક પત્ર જાહેર થયો હતો. તેમાં તેમણે રાજકારણમાંથી રજા લેવાની વાત કરી હતી. તેમણે કોઈ રાજ્યમાં રાજ્યપાલ તરીકે નહીં જોડાવાની પણ વાત કરી હતી. જો કે હવે તેમણે આ રાજ્યપાલનું પદ શા માટે સ્વીકારી લીધું, તેની કોઈને ખબર નથી.

You might also like