દિવંગત માર્શલ અર્જનસિંહના સન્માન સાથે અંતિમ સંસ્કાર

ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહનું પાર્થિવ શરીર બરાર સ્કવાયર પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ તેમને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. અર્જન સિંહના સન્માનમાં દિલ્હીમાં તમામ સરકારી ઓફિસ પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસેથી પરત ફરીને અર્જન સિંહના ઘરે જઇને તેમને શ્રધ્ધાંજલી આપી હતી. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને હોસ્પિટલમાં પણ મળવા ગયા હતા. અર્જન સિંહ ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા યુધ્ધના નાયક હતા. તેમણે એકલા વાયુ સેનાના અધિકારી હતા જેમણે ફાઇવ સ્ટાર રેન્ક હાંસલ કર્યો હતો. તેમને 44 વર્ષે જ ભારતીય વાયુ સેનાના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

You might also like