મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમદાવાદમાં ફલાવર શોનો કરાયો પ્રારંભ

અમદાવાદના રિવફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ફ્લાવર શોની છઠ્ઠી શૃંખલાનો પ્રારંભ થયો છે. આ ફ્લાવર શો આગામી 9 જાન્યુઆરી સુધી યોજાશે. અંદાજીત 1 લાખ ચોરસ મીટરની આ જગ્યામાં આ ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે.

જેમાં 50થી વધુ સ્કલ્પચર અને લાઈવ સ્કલ્પચર ફુલોનું પ્રદર્શન અમદાવાદ વાસીઓ નિહાળી શકશે. મહત્વનું છે કે, વર્ષ 2013થી દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. જેને મોટા પ્રમાણમાં લોકોનો શપોર્ટ પણ મળી રહ્યો છે.. તો હજારો લોકો ફ્લાવર શોને નિહાળવા માટે રિવરફ્રન્ટ ખાતે ઉમટે પણ છે.

You might also like