અહીં પુરૂષો પહેરે છે મહિલાના અંતઃવસ્ત્રો, જાણો આ રસપ્રદ કારણ

મહિલાઓ અને પુરૂષોના શરીરની રચના અલગ અલગ છે. આજ કારણે તેમના કપડાં પણ અલગ અલગ હોય છે. પરંતુ એ વાત જાણીને તમને નવાઇ લાગશે કે જાપાનામાં હાલ પુરૂષો મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ પહેરવાનું પસંદ કરી રહ્યાં છે. જાપાનમાં ખૂબ જ ઝડપથી પુરૂષોમાં અંડરગાર્મેન્ટ પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેને પગલે છોકરાઓ ઓનલાઇન પોતાની સાઇઝ પ્રમાણે છોકરીઓના અંતઃવસ્ત્રનો ઓર્ડર કરે છે.

જાપાનમાં આ રીતના કપડાની ડિમાન્ડ એટલી વધી ગઇ છે કે અહીં કંપનીઓ પુરૂષો માટે મહિલાઓ જેવા જ અંડરગાર્મેન્ટ બનાવે છે અને ઝડપથી આ કપડાંઓ મોલ અને ઓનલાઇન વેચાઇ રહ્યાં છે. પુરૂષોમાં આ રીતના કપડાં પહેરવાનો ક્રેઝ હોર્મોન્સ સ્લિમ થવા અંગેનો છે. જેના કારણે અનેક કંપનીઓ પુરૂષો માટે અલગ અલગ પ્રકારના અંડરગાર્મેન્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે.  અહીં કંપનીઓ પુરૂષોની પસંદને ધ્યાનમાં રાખીને અંતઃવસ્ત્રો ડિઝાઇન કરી રહ્યાં છે. પુરૂષોના બ્રેસ્ટ નથી હોતા તેથી જ તેમની બ્રા અલગ પ્રકારની હોય છે. સાથે જ તેની સાઇઝ પુરૂષો પ્રમાણે હોય છે.

You might also like