ચેન્નઈમાં વિનાશક પૂર બાદ ભયાનક રોગચાળાનો ખતરો

ચેન્નઈ: તમિલનાડુમાં ચેન્નઈ અને ત્રણ જિલ્લાઅોમાં કેટલાયે દિવસોથી ભયાનક વરસાદ અને પૂર બાદ હવે મહામારીનો ખતરો વધી ગયો છે. હવે વરસાદનાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે પરંતુ મહામારી ફેલાવાનો ખતરો માથા ઉપર મંડરાઈ રહ્યો છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોઅે લોકોને મહામારી પ્રત્યે જરૂરી સાવધાની રાખવાની સૂચનાઅો અાપી છે. રેસ્ક્યુ ટીમમાં સામેલ ચિકિત્સકોઅે પણ ઊચિત વ્યક્તિગત સ્વાસ્થ્ય જાળવી રાખવાની સલાહ અાપી છે.

એઇમ્સના મેડિસિન વિભાગના પ્રમુખ ડી કે શર્માના જણાવ્યા મુજબ હવે સ્થિતિ ગંભીર બનશે. અહીં સંક્રમણ અને વિવિધ પ્રકારના રોગો ફેલાવવાની સંભાવના છે. શર્માઅે જણાવ્યું કે હાલમાં સુરક્ષિત અને સ્વચ્છ પાણીનું સેવન બીમારીથી બચવા માટે જરૂરી છે. શર્માઅે જણાવ્યું કે પૂર દરમિયાન જામેલા પાણીમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જેના કારણે ત્વચાના રોગો પણ થઈ શકે છે.

પાણી ઉકાળીને પીવાની સલાહ
શર્માઅે પાણી ઉકાળીને પીવાની સલાહ અાપી છે અને એમ પણ કહ્યું છે કે શરીરમાં અાવશ્યક ખનીજ અાપૂર્તી માટે નાળિયેલ પાણી કે પેક પાણીનો ઉપયોગ કરી શકે છે. તેની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કેટલાંયે સ્થળોઅે લોકો ભૂ જળ પર નિર્ભર હોય છે. તેઅો જીવાણુ, સંક્રમણથી છૂટકારો મેળવવા માટે પાણીમાં ક્લોરિન પણ ઉમેરી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દવાઅોની યાદી તૈયાર કરી
સ્વાસ્થ્ય મંત્રાલયે દવાઅોની સાથે ચિકિત્સકો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઅોની યાદી પણ તૈયાર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ સી કે મિશ્રાઅે કહ્યું કે તામિલનાડુમાં એક મજબૂત સ્વાસ્થ્ય પ્રણાલી છે. તેને કેન્દ્ર સરકારથી વધુ પડતા સમર્થનની જરૂર નથી. જો કે અમે અા સ્થિતિ માટે મેડિકલ નિષ્ણાતો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઅોના નામોની એક યાદી તૈયાર કરી છે.

વરસાદ રોકાયાના થોડાક જ કલાકો બાદ રોકાઈ ગયેલી િજંદગીને એક ગતિ મળી છે. વાહન વ્યવહાર વ્યવસ્થામાં સુધારાના સંકેત છે. અરાકોણમમાં રાજાલી અેર સ્ટેશન પરથી કેટલીક કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થઈ છે. અરાકોણમથી ચેન્નઈ સુધીન સબ બર્ન ટ્રેન પણ થોડા સમયમાં ચાલુ થઈ જશે. રેલવે અધિકારીઅોનું કહેવું છે કે તામ્બરમથી ચેન્નઈ રૂટ પર પણ ટ્રેન ચાલશે. મોબાઈલ ફોનની સેવા પણ ચાલુ થઈ ગઈ છે.

You might also like