થાઇલેન્ડમાં પૂરથી 14નાં મોત

બેંકોક: ધોધમાર વરસાદ અને પૂરના કારણે દક્ષિણિ થાઇલેન્ડમાં 14 લોકોના મોત થઇ ગયા છે. સરકાર તરફથી આજે કહેવામાં આવ્યું કે વ્યવસ્થાપકે અહીંયા વધારે વિસ્તારને આપત્તિજનક ક્ષેત્ર જાહેર કરી દીધા છે. દક્ષિણી થાઇલેન્ડના મધ્ય ભાગની સાથે સાથે પર્યટકોની વચ્ચે લોકપ્રિય સ્થાન ક્રબી અને કોહ સમુઇ દ્વીપ પર ગત સપ્તાહ થયેલો ભારે વરસાદના કારણે કેટલાક વિમાન અને નૌકા સેવા પર અસર પડી છે.

ગૃહ મંત્રાલય અનુસાર વરસાદથી 88 જિલ્લાના 5,82,343 લોક પર તેની અસર પડી છ અને અત્યાર સુધી 14 લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ 3 લોકોને ઇજા પહોંચી છે. જ્યારે એક વ્યક્તિ ગુમ થઇ ગયો છે. દક્ષિણના 11 વિસ્તારને આપત્તિજનક જાહેર કરી દીધા છે. આ પ્રક્રિયા હેઠળ આ ક્ષેત્રોમાં સરકારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

રેલ્વે પાટા પર પાણી ભરાવવાના કારણે દક્ષિણના નખોન સી થમ્મારાત પ્રાંતમાં રેલ સેવા રોકી દેવામાં આવી છે. દેશમાં વર્ષના અ સમયે ભારે વરસાદ થવો અસામાન્ય છે. થાઇલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં નવેમ્બરની શરૂઆતમાં ઠંડું અને શુષ્ક સિઝન રહે છે. આ સમયે અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

You might also like