મહીસાગર નદીમાં ઘોડાપૂર, 150 લોકો ફસાયા

વડોદરા: કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડા પૂર આવ્યું છે. જેના કારણે પાદરા તાલુકાના ડબકા ગામની સિમમાં ભાઠા વિસ્તારમાં 150 જેટલા લોકો ફસાયા છે. જોકે ગઈકલથી જ બચાવ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે અને પાણીનો પ્રવાહ ઓછો થાય તેની રાહ જોવામાં આવી રહી છે.

રવિવારે મહાસાગર નદીમાં 5 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવતા વડોદરામાંથી પસાર થતી મહીસાગર નદી ગાંડીતુર બની છે અને વડોદરા જિલ્લા ના 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે આ તમામ ગામો સલામત છે એક માત્ર ડબકા ગામના ભાઠા વિસ્તારમાં ખેતી કરતા 150 લોકો બહાર નીકળે તે પહેલા આ બેટની ફરતે પાણી ફરી વળ્યાં છે.

જોકે નદીની વચ્ચે જ આવેલા આ બેટની બંને તરફ પાણી ફરી વળાતા લોકો ફસાઈ ગયા છે. તેમને નીકળવાનો કોઈ જ આરો નથી તે અંગે તંત્રને જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સહીતનો કાફલો દોડી આવ્યો હતો. આ ઉપરાંત એનડીઆરએફ અને વડોદરા મહાનગર પાલિકાના ફાયરબ્રિગિડ ની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

મહીસાગર નદીના પાણીનો પ્રવાહ તીવ્ર છે જોકે ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમો રાત્રીથી જ તૈનાત કરી દેવામાં આવી છે. જોકે ફસાયેલા લોકો સલામત છે અને પાણીની સ્ટાર હજુ તેમના થી 1 કિમિ દૂર છે જેના કારણે હાલ કોઈ જ ચિંતાનો વિષય ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ફસાયેલા લોક પાસે અન્ન અને પાણી નો પૂરતો જથ્થો છે, તેઓ તેમના પશુઓને મૂકીને આવવા પણ તયાર નથી જેના કારણે હાલ તો એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો મુજપુર ગામ પાસે તૈનાત છે. પાણીનો પ્રવાહ ઓછો થાય એટલી ફસાયેલા લોકો સુધી જવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલ તો પોલીસ સહીતનો કાફલો સ્થિતિ પર નજર રાખી રહ્યો છે.

મહીસાગરમાં અચાનક છોડવામાં આવેલું 5 લાખ ક્યુસેક્સ પાણી વડોદરાના કેટલાક ગામો માટે આફત રૂપ બન્યું છે. જોકે હજુ સુધી લોકોને તેની કોઈ જ અસર થઇ નથી અને ફસાયેલા લોક પણ સલામત હોવાના કારણે રાહતનો શ્વાસ લીધો છે જોકે હજુ પાણી નો પ્રવાહ ઘટે તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે.

You might also like