અહિંયા સસ્તામાં મળી રહ્યા છે Appleના પ્રોડક્ટ્સ, કાલ સુધી છે ઓફર

હાલ ફ્લિપકાર્ટ પર એપલ અઠવાડિયું ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમારી પસંદગીના આઇફોન, એપલ વોચ, આઈપેડ મોડલ્સ અને અન્ય ઉત્પાદનો પર વિશિષ્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. વધુમાં, ફ્લિપકાર્ટ પણ પસંદ કરેલ આઇફોન મોડેલ્સ પર 50% બાયબેક વેલ્યૂ ઓફર કરી રહ્યું છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે ગ્રાહકોને EMI ટ્રાન્ઝેક્શન માટે રૂ. 10,000 સુધીનું કેશબેક આપે છે.

એપલ વીક સેલ હેઠળ iPhone X (64 જીબી) ફ્લિપકાર્ટમાં 95,399 રૂપિયાની જગ્યાએ 79,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, iPhone 8 પ્લસ (64 જીબી) 77,560 રૂપિયાના બદલે 63,999 રૂપિયામાં ઉપલબ્ધ છે અને iPhone 8 (64 જીબી) 67,940 રૂપિયાની જગ્યાએ 54,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

તેવી જ રીતે, iPhone 7 પ્લસ (32 જીબી) ની કિંમત રૂ. 62,480 ની જગ્યાએ 56,999 રૂપિયામાં ખરીદી શકે છે, iPhone 7 (32 જીબી) રૂ. 62,480 ની જગ્યાએ રૂ. 41,999 ની કિંમતે મળે છે અને iPhone 6 (32 જીબી) રૂ. 42,900 ની જગ્યાએ 32, 999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

આ ઉપરાંત ગ્રાહકો અન્ય મોડલ્સ જેવા કે iPhone 6 (32 જીબી) ને 31,900 રૂપિયાથી 24,999 અને iPhone SE (32 જીબી) રૂ. 26,999 બદલે રૂ. 18,999 માં ખરીદી શકાય છે. આ iPhone મોડલ્સ ઉપરાંત, ગ્રાહકો એપલ વોચના એડિશન પર 6,600 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

ગ્રાહકો સિરીઝ 1 પર 22,900 રૂપિયા, સિરીઝ 2 રૂ. 26,900 અને તાજેતરની સિરીઝ 3 માં રૂ. 32,900ની ખરીદી શકે છે. તેવી જ રીતે, AirPods 11,999 રૂપિયામાં વેચાય છે અને EarPods રૂ. 1,999 અને એપલ ટીવી (32 જીબી) ની કિંમત 12,999 રૂપિયા છે.

You might also like