ફ્લિપકાર્ટ દિવાલી સેલઃ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર

ફ્લિપકાર્ટ પર ‘બિગ દિવાલી સેલ’ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈ જશે. આ સેલમાં સ્માર્ટફોન પર સારી ઑફર આપવામાં આવી રહી છે. આ સેલમાં 14 ઓક્ટોબરે પહેલી વાર Honor 9i સ્માર્ટફોન સેલ કરવામાં આવશે.

17 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે પહેલી વાર Mi Mix 2 સ્માર્ટફોન સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેલમાં જે ફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તેમાંના કેટલાક ફોનના લિસ્ટને ફ્લિપકાર્ટે જારી કર્યું છે.

Moto C plus(2GB સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેની કિંમત 6,999 રૂપિયા છે. રેડમી નોટ 4ના 4GB રેમ અને ઈન્ટરનલ 64GB મેમરીવાળા મૉડલ પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેની કિંમત 12,999 રૂપિયા છે.

Samsung On Max પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને 3000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે, જેની કિંમત 16,990 રૂપિયા છે. Samsung On7 પર 1990 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેની કિંમત 8,490 રૂપિયા છે.

You might also like