ફ્લિપકાર્ટનાં માલિકે ડિલિવર કર્યો ઓર્ડર : યુવતીએ કહ્યું પછી આવો

ચંદીગઢ : ફ્લિપકાર્ટનાં એક્ઝિક્યુટિવ ચેરમેન કો ફાઉન્ડર સચિન બંસલે શુક્રવારે સવારે ચંદીગઢનાં કસ્ટમર્સને મળ્યા હતા. તેઓએ પોતે જ ઓર્ડર ડિલિવર પણ કર્યા હતા. દરમિયાન કેટલાક કસ્ટમર તેમને ઓળખી શક્યા નહોતા. જ્યારે સચિન એક છોકરીને ત્યાં ઓર્ડર ડિલિવર કરવ માટે ગયા ત્યારે તે યુવતીએ કોલેજ જવા માટે લેટ થતી હોવાનાં કારણે સાંજે આવવા માટે જણાવ્યું હતું.

મનીષા નામની યુવતીએ જણાવ્યું કે મારા પપ્પાએ મારા માટે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ઓફર હેઠળ કુર્તી મંગાવી હતી. સવારે જ્યારે હું કોલેજ જવા નિકળી ત્યારે બેલ વાગ્યો અને મે દરવાજો ખોલ્યો. ફ્લિપકાર્ટનો ડિલીવરીમેન ગેટ પર ઉભો હતો. તેમાં એક કેપ પહેરેલા જેન્ટલમેન ટાઇપનાં વ્યક્તિ પણ હતા. તેમણે ફ્લિપકાર્ટ અંગે પુછ્યું પરંતુ મારે ઉતાવળ હતી એટલે મે કીધું સાંજે આવજો.

પીએનજીનાં સીઇઓ એલી લાફલે સતત પોતાના કસ્ટમર્સના ઘરે જઇને તેમની જરૂરિયાતો અંગે જાણતા રહે છે. જે બાદ તેઓ કંપનીની ચાર એન્ડ ટી ટીમને આવા જ ઉત્પાદનો બનાવવા કહે છે. યુકેની અગ્રણી સુપરમાર્કેટ ચેન ટેસ્કોનાં સીઇઓ ટેરી લીગે પણ અઠવાડીયાનાં બે દિવસ સ્ટોર્સમાં રહીને ગ્રાહકો સાથે વાત કરીને તેમની જરૂરિયાત સમજે એછે.

You might also like