હુમલા બાદ બ્રસેલ્સ એરપોર્ટથી પહેલું વિમાન ઉડ્યું

બ્રસેલ્સ: બ્રસેલ્સ એરપોર્ટથી બ્રસેલ્સ એરલાઇન્સના વિમાને પોર્ટુગીઝ શહેર માટે રવિવારે ઉડાન ભરી હતી. 22 માર્ચના રોજ આઇએસ દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલા પછી આ પહેલી ઉડાન છે.

ઉડાન પહેલા મૌન રાખ્યું
એરપોર્ટ પરથી કુલ 3 વિમાનોએ ઉડાન ભરી છે. પહેલી ઉડાન દરમિયાન સરકારી અધિકારીઓએ એરપોર્ટ પર થોડીક મિનીટ માટે મૌન રાખ્યું હતું અને પછી કામકાજ શરૂ થવાની ખુશીમાં તાળીઓ પાડી.

હુમલામાં 35 લોકોએ જીવ ગુમાવ્યા
ગત મહિનાની 22મી તારીખે ખાનગી કક્ષની પાસે બે વ્યક્તિઓએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી લીધી હતા, ત્યારબાદ મુખ્ય એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. બેલ્જિયમની રાજધાનીમાં મેટ્રો સ્ટેશન પર પણ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 35 લોકો મૃત્યુ પામ્યા હતા. યુરોપના મુખ્ય કેન્દ્રો પર હુમલાથી દેશ આઘાતમાં સરી પડ્યો હતો.

બ્રસેલ્સ એરપોર્ટના મુખ્ય કાર્યકારી અધિકારી અરનોડ ફિસ્ટે જણાવ્યું હતું કે ફારો, એથેન્સ અને તુરિન માટે ત્રણ વિમાનોની ચૂચના પ્રમાણે ઉડાન  કરવામાં આવ્યા છે અને તેની સાથે સેવાઓને પણ ફરીથી શરૂ કરવામાં આવી છે.

સુરક્ષામાં કોઇ બેદરકારી રાખવામાં આવી નથી
જો કે યાત્રિઓને કડક સુરક્ષા તપાસથી પસાર થવું પડે છે અને તેઓને ઉડાનના 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા માટે જણાવ્યું છે. સૌથી મોટા ફેરફાર હેઠળ ટિકીટની સાથે ઓળખના દસ્તાવેજો રાખનારા યાત્રિઓને જ ખાનગી કક્ષ સુધી જવાની પરવાનગી આપવામાં આવી રહી છે તેમજ યાત્રિઓના સામાનની તપાસ કરવામાં આવી રહી છે.

 

You might also like