ફલાઈટનું ટાઈમટેબલ અસ્તવ્યસ્તઃ ત્રણ ફલાઈટ રદ કરી દેવી પડી

અમદાવાદ: રાજ્યભરમાં પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનના પગલે આજે સવારે અમદાવાદ આવતી અને ઉપડતી ફલાઇટના શેડ્યૂલ ખોરવાયાં હતાં. ચેન્નઇથી આવેલી સ્પાઇસ જેટની ૯ર૬ નંબરની ફલાઇટ તેના નિયત સમય કરતાં ૪૦ મિનિટ મોડી હતી તો (જી-૮) ગો-એર પુણેથી આવેલી ફલાઇટ સવા કલાક મોડી પડી હતી.

ઇન્ડિગોની ગોવાથી આવેલી ૯૪૮ નંબરની ફ્લાઇટ ૧ કલાક, દુબઇની ૪૩૭ નંબરની ફ્લાઇટ પોણો કલાક મોડી હતી. કુવૈતથી આવેલી એર ઇન્ડિયાની ૯૮ર નંબરની ફ્લાઇટ બે કલાક મોડી આવી હતી, જ્યારે શારજાહથી આવેલી ૪૮૩ નંબરની ફ્લાઇટ પણ મોડી હતી. દિલ્હીથી આવતી વિસ્તારાની ૯પ૯ નંબરની ફ્લાઇટ રદ કરાઇ હતી, જ્યારે દિલ્હીથી આવતી સિંગાપોર એરલાઇન્સની ૪૭૪ નંબરની ફલાઇટ પણ રદ કરાઇ હતી. દુબઇથી આવેલી પ૦૦ નંબરની ફલાઇટ પણ પોણો કલાક મોડી આવી હતી.

જ્યારે અમદાવાદ એરપોર્ટથી ઉપડતી DXB દુબઇ પ૪૧ પોણો કલાક મોડી ઉપડી હતી. ઇન્ડિગોની દિલ્હી જતી પપપ નંબરની ફ્લાઇટ રદ કરાઇ હતી. દિલ્હી જતી વિસ્તારાની ૯૪૬ અને ૪૭પ૬ નંબરની ૯.૪પ કલાકે ઉપડતી ફ્લાઇટ પણ રદ કરાઇ હતી. એર ઇન્ડિયાની ચેન્નઇ જતી ૯૮ર નંબરની ફ્લાઇટ ર કલાક ને ૧પ મિનિટ મોડી ઉપડી હતી. ઇન્ડિગોની ૩.૧૦ કલાકે ઉપડતી દિલ્હીની પપપ નંબરની ફલાઇટ રદ કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like