ફ્લેક્સી ફેર ફોર્મૂલાથી ભાજપ નારાજ, રેલવે મંત્રાલયએ આપ્યા પુનર્વિચારના સંકેત

નવી દિલ્હી: રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગૂ કરવાના પોતાના નિર્ણય પર સરકાર ફરીથી વિચાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના વિરોધ બાદ રેલવે મંત્રાલયે તેના સંકેત આપ્યા છે. સાથે જ આ સિસ્ટમને બીજી ટ્રેનોમાં લાગૂ નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રેલવે મંત્રલાયે કહ્યું છે કે આ ત્રણ ટ્રેનોમાં આ ફોર્મૂલા પ્રાયોગિક ધોરણે લાગૂ કરવામાં આવ્યો છે અને થોડા સમય બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. ભાજપનું કહેવું છે કે આ સિસ્ટમથી રેલવેની આવક તો નજીવી વધશે, પરંતુ મધ્યમ વર્ગ નારાજ થશે અને સરાકારની છબિ બગડવાનો ખતરો વધુ છે. ફ્લેક્સી ફેર સિસ્ટમ આજથી લાગૂ થવાની છે.

જો કે ગુરૂવારે આખો દિવસ રેલવે મંત્રાલયના અધિકારીઓ આ નિર્ણયનો બચાવ કરતા રહ્યા. તેમની દલીલ છે કે દરરોજ બે કરોડ ત્રણ લાખથી વધુ લોકો રેલવેનો ઉપયોગ કરે છે અને આ ત્રણ ટ્રેનોમાં બેસનાર લોકોની સંખ્યા એક ટકાથી ઓછી છે અને એટલા માટે ફ્લેક્સી ભાડાની અસર ખૂબ ઓછા મુસાફરો પર પડશે. દરરોજ બાર હજારથી વધુ રેલગાડીઓ દોડે છે અને ફ્લેક્સી ફેર ફક્ત 81 ગાડીઓ પર 9 સપ્ટેમ્બરથી લાગૂ થશે.

આ ભાડાથી રેલવે લગભગ 500 કરોડ રૂપિયાની આવકનો અંદાજો છે. પરંતુ સીધું દસ ટકા ભાડુ વધારતાં તેને 600 કરોડ રૂપિયાની આવક થાય છે. રેલવે મંત્રાલયે બચાવમાં એ પણ કહ્યું કે ઘણા દેશોમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગૂ છે. તે એટલા માટે યૂરો એક્સપ્રેસ અને એમ્ટૈકનું ઉદાહરણ આપે છે. આ ભાડાથી રેલવેને નજીવી આવક થશે પરંતુ તેનાથી સરકારની છબિને વધુ ઠેસ પહોંચશે અને મધ્યમ વર્ગ નારાજ થાય તેનો ભય છે. પાર્ટીએ આ વાત સરકાર સુધી પહોંચાડી છે ત્યારબાદ રેલવે મંત્રાલયે પોતાના પગલાં પાછળ ખેંચવાના સંકેત આપ્યા છે.

રેલવેના આ પગલાંનો બચાવ કરતાં રેલવે બોર્ડ (ટ્રાફિક)ના સભ્ય મોહમંદ જમશેદે કહ્યુ6 કે ‘દેશમાં રોડ અને વાયુમાર્ગની તુલનામાં આજે પણ રેલવે મુસાફરીનું સસ્તું માધ્યમથી છે. વર્તમાનમાં અમે યાત્રી ક્ષેત્રમાં 33000 કરોડ રૂપિયાનું નુકસાન વેઠી રહ્યાં છીએ કારણ કે અમે 36 પૈસા પ્રતિ કિલોમીટરના દરે ચાર્જ વસૂલીએ છીએ.

યાત્રીઓ પાસેથી મળનારી આવકનો ટાર્ગેટ આ નાણાકીય વર્ષમાં 51000 કરોડ રૂપિયા છે જે ગત વર્ષે 45000 કરોડ રૂપિયા હતી એટલે કે 2016 17માં તેમાં 6000 કરોડ રૂપિયાના વધારાનો સંકેત છે. તેમણે જણાવ્યું કે અમે લોકોની સુવિધા માટે 1800 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યાં છીએ જેમાં પ્લેટફોર્મ એરિયાને નાબૂદ કરવો, લિફ્ટ લગાવવી, પાણીના મશીનો લગાવવા અને આ પ્રકારની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઓલ ઇન્ડીયા રેલવે ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે ‘વધારો ગરીબ રથ અને જન શતાબ્દિ ટ્રેનો માટે નથી. જેમાં સામાન્ય મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. રાજધાની અને શતાબ્દિનો ઉપયોગ સામાન્ય રીતે તે લોકો કરે છે જે પ્રીમિયમ સેવા માટે ખર્ચ કરવામાં સમર્થ છે. મિશ્રાએ કહ્યું કે રેલવેની નાણાકીય સ્થિતિ ખૂબ સારી નથી અને થોડા પગલાં ભરવાની જરૂર છે જેથી સ્થિતિમાં સુધારો કરી શકાય છે.

You might also like