ફલેટની બારીમાંથી પાંચ વર્ષની બાળકીનું પટકાતાં મોત

અમદાવાદ: શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલાં એક ફલેટનાં ત્રીજા માળે સ્લાઈડર બારીનો કાચ ખોલવા જતાં એક પાંચ વર્ષની બાળકી નીચે પટકાતાં તેનું ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે. ચાંદખેડા આઈઓસી રોડ પર આવેલા શ્યામવેદ એરસમાં પરાગભાઈ જોષી પોતાના પરિવાર સાથે રહે છે. પરાગભાઈને આંશી (ઉં.વ. ૫)નામની પુત્રી હતી. શુક્રવારે સાંજના સમયે આંશી તેના ઘરમાં રમતી હતી.

પરાગભાઈનો ફલેટ ત્રીજા માળે આવેલો છે. તેમના ઘરની સ્લાઈડર બારીનો કાચ ખોલવા જતાં આંશી ફલેટનાં ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. અવાજ આવતાં ફલેટનાં રહિશો દોડી આવ્યાં હતાં અને આંશીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જયાં આંશીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like