69માં પ્રજાસત્તાક દિનની ઉજવણી: રાજ્યના વિવિધ શહેરમાં પ્રધાનો દ્વારા ધ્વજવંદન

દેશમાં 69માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના જિલ્લાઓના મુખ્ય મથક પર મંત્રીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

– રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગોધરા પોલીસ પરેડ ખાતે ધ્વજવંદન કર્યું હતું.
– સુરતના બારડોલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી આર. સી. ફળદુએ બારડોલી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી ધ્વજવંદન કર્યું હતું.
– રાજ્યના પ્રધાન સૌરભ પટેલે બોટાદના વલ્લભીપુર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરહી હતી
– જયદ્રથસિંહ પમારે કચ્છમાં ધ્વજવંદન કર્યું
– રમણલાલ પાટકરે ખેડાના કઠલાલમાં ઉજવણી કરી
– જયેશ રાદડિયાએ જૂનાગઢના ભેંસાણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.
– ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે ધ્વજ વંદન કર્યું
– વાંકાનેર ખાતે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે ધ્વજવંદન કરાયું.

You might also like