ફિકસ વેતનની સમસ્યા ઉકેલની દિશામાં?

રાજ્યમાં લાંબા સમયથી ફિક્સ-પેનો વ્યાપક વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી સરકારી નોકરીમાં ફ્ક્સિ-પેની શરૂઆત કરવામાં આવી.  હવે આ મુદ્દે ભારે રાજકીય ગરમી આવી છે. રાજ્ય સરકારની નોકરીમાં હાલ ૪ લાખથી વધુ કર્મચારીઓ ફિક્સ પગારની નોકરી કરી રહ્યા છે. આ કર્મચારીઓને સરકારની યોજના પ્રમાણે પાંચ વર્ષની નોકરી બાદ કાયમી કરવામાં આવી રહ્યા છે. ફ્ક્સિ-પેના કર્મચારીઓ દ્વારા સરકારની આ શોષણવાળી નીતિનો લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ ફ્ક્સિ-પેના કર્મચારીઓની જીત થઇ ચૂકી છે. રાજ્ય સરકારે તે સમયે ફ્ક્સિ-પે  પ્રથા રદ કરવાની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો.

જેના કારણે ફ્ક્સિ-પે કર્મચારીઓના આંદોલનને વધારે બળ મળ્યું. પ્રવીણ રામના ફ્ક્સિ-પેના આંદોલનને કારણે સરકારને ઝૂકવા મજબૂર થવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હવે ગમે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફ્ક્સિ-પેની પ્રથામાં ફેરબદલની જાહેરાત કરે તેવી સંભાવનાઓ પ્રબળ છે. આગામી ૧૦મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં મુદત પણ છે અને કદાચ તે પહેલાં આ પ્રશ્નનું નિરાકરણ આવશે.   તાજેતરમાં જ ફ્ક્સિ-પેના કર્મચારીઓને સરકારી નોકરીના નિમણૂકપત્ર આપવાના સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જીભ લપસી પડી હતી અને તેના કારણે ભારે હંગામો થયો છે.

આ જ કાર્યક્રમમાં નાણામંત્રી નીતિન પટેલે ફ્ક્સિ-પેના કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલની દિશામાં હોવાના સંકેતો પણ આપ્યા હતા પણ મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં ફ્ક્સિ-પેના કર્મચારીઓના પેટમાં શું દુખે છે તેવા શબ્દપ્રયોગ કરતાં સોશિયલ મીડિયામાં ફ્ક્સિ-પેના કર્મચારીઓએ ભારે હંગામો કર્યો અને કદાચ તેના જ કારણે આંદોલન વધુ જલદ બનાવવામાં આવ્યું. ગાંધીનગરમાં ફ્ક્સિ-પેના કર્મચારીઓને આંદોલનની પોલીસમંજૂરી નહીં મળવા છતાં શક્તિપ્રદર્શન કરીને બતાવ્યું. સાથે આગામી વાઇબ્રન્ટ પહેલાં ઉકેલ ન આવે તો વાઇબ્રન્ટ ગુજરાતમાં વિરોધ કરવાની જાહેરાત પણ કરી છે. આ આંદોલન ઉકેલની દિશામાં આગળ વધી રહ્યું છે તેની પ્રતીતિ હવે થવા લાગી છે. આ આંદોલન ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલને સરકાર સામે એક મંચ પર લાવવા પણ સફળ થયું છે. રાજ્ય સરકાર સામે આંદોલન કરી રહેલા તમામ યુવા નેતાઓ ફ્ક્સિ-પે પ્રથા રદ કરવા એક મંચ પર આવ્યા છે.

પાટીદારોનો મુદ્દો લટકતો રાખવાની સરકારની રણનીતિ
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના ઉકેલની દિશામાં રાજ્ય સરકાર ગંભીરતાથી ચાલી રહી હોવાના દાવા કરી રહી છે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ‘પાસ’ના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ હવે એસપીજીને સરકારે બેઠક માટે બોલાવવાનો રાજકીય દાવ નાખ્યો છે.એસપીજી નેતા લાલજી પટેલ અને તેની ૧૧ સભ્યોની ટીમ સાથે વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં રાજ્ય સરકાર બેઠક કરશે. આ બેઠક બાદ સરકાર અન્ય પાટીદાર સંસ્થાઓ અને આગેવાનો સાથે પણ પાટીદાર અનામત મુદ્દે બેઠકો કરશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે એ સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આ મુદ્દાને ચર્ચામાં રાખવા પણ માગે છે સાથે વહેલી તકે ઉકેલ ન આવે તેવી પણ સ્થિતિ ઊભી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વાઇબ્રન્ટ માટે આવતા હોવાથીપાટીદારો દ્વારા કોઇ વિરોધનો સૂર કાઢવામાં ન આવે તેનું પણ સરકાર ધ્યાન રાખી રહીછે. જેના જ કારણે બેઠકો ચાલતી રહે તે જરૂરી છે.

વાઇબ્રન્ટ ગુજરાત મોદીમય બનશે
વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ સંપૂર્ણ મોદીમય બનાવવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત આવશે. જે ૧૧ જાન્યુઆરી સુધી રોકાશે. તેઓની આ મુલાકાત દરમિયાન ગુજરાત મોદીમય બને તેવા કાર્યક્રમ ગોઠવાયા છે. ૯મી જાન્યુઆરીએ જ નરેન્દ્ર મોદીના પાંચ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગાંધીનગર રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન, ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન, સૂર્ય કિરણ ઍર શૉ, ગિફ્ટ સિટી અને સાયન્સ સિટીમાં નૉબેલ પ્રાઇઝ સિરીઝ પ્રદર્શન યોજાશે. જ્યારે ૧૦મી તારીખે વડા પ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭નો શુભારંભ કરાશે. રાજ્યનાપાટનગરને ઉતાવળે સ્માર્ટ સિટી અંતર્ગત પ્રથમ વાઇ ફાઇ સીટી જાહેર કરવામાં આવ્યું છે. વાઈબ્રેન્ટે કારણે ગાંધીનગરમાં એક પણ લારી-ગલ્લા નજરે પડતાં નથી. એટલે  લારી-ગલ્લાલેસ સિટી પણ બન્યાનું બહુમાન સરકારી તંત્રએ આપી દીધું છે.
http://sambhaavnews.com/

You might also like