ફિક્સ પગારદારોનો મુદ્દો જ્યાંનો ત્યાં, ક્યારે થશે સુનાવણી?

ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટમાં  ફિક્સ પગારના કર્મચારીઓના કેસની સુનાવણી લાર્જર બેંચના જજ રજા પર હોવાથી થઇ શકી ન હતી. ત્યારે ફિક્સ પગારદારોનો મામલો જેસે થેની સ્થિતિમાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ ફિક્સ પગારદારોને ખાતરી આપી હતી કે સરકાર ફિક્સ પગારદારોની માગણીઓ અંગે હકારાત્મક વલણ ધરાવે છે અને 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને તેમની માંગણીઓનો ઉકેલ લાવશે પણ આ ખાતરીનું સરકાર દ્વારા પાલન થયું નથી.

તો આ તરફ ગુજરાત સરકારાના નાણા વિભાગ દ્વારા એવું જણાવામાં આવ્યું છે કે, ફિક્સ પગારદારોના મુદ્દે એફિડેવિટ તૈયાર છે. પણ પરિસ્થિતિ અને સંજોગોને કારણે એફિડેવિટ રજૂ નઇ શકી નથી. આગામી મુદતમાં આ એફિડેવિટ ચોક્કસ રજૂ કરી દેવાશે. જે અંગેની તારીખી શુક્રવાર સુધીમાં અપવામાં આવશે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો, પાંચ વર્ષના સમયગાળામાં ઘટાડો તેમજ પ્રોબેશનનો ગાળો નોકરીમાં સળંગ ગણવાની એફિડેવીટ સરકાર કરશે. ફિક્સ પગારદારો માટે હાલમાં પાંચ વર્ષનો સમયગાળો છે. તે ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવશે.

અત્યારે ફિક્સ પગારનાં પાંચ વર્ષ પ્રોબેશનનો ગાળો ગણાય પણ તેને નોકરીમાં સળંગ ગણવાની ખાતરી સરકાર દ્વારા આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ફિક્સ પગારદારોને હાલમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર ની ખાતરી આપશે. પ્રોબેશનનો સમય પૂરો થાય પછી તેમને સાતમા પગાર પંચનો લાભ મળે તેવી એફિડેવિટ પણ સરકાર કરશે.

home

You might also like