પાંચ એવા યોદ્ધા જે રામાયણ અને મહાભારત બંનેમાં હતા…

રામાયણ અને મહાભારત બંને આપણાં મહાકાવ્યો છે. રામાયણ ત્રેતાયુગમાં અને મહાભારત દ્વાપરયુગમાં થયેલ છે. આપણે રામાયણ અને મહાભારતના પ્રમુખ પાત્રો વિશે તો જાણીએ જ છીએ પણ તમને એ ખબર છે કે કેટલાક મહત્વપૂર્ણ યોદ્ધાઓએ બંનેમાં ભાગ ભજવેલ છે. તો આજે તમને આવા જ પાંચ મહત્ત્વપૂર્ણ યોદ્ધાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.

પરશુરામ
રામાયણ અને મહાભારત કાળમાં ભગવાન પરશુરામ હાજર હતા. તેમણે રામાયણમાં સીતાજીના સ્વયંવરમાં ધનુષ તૂટ્યા પછી ભગવાન રામને ચુનૌતી આપી હતી. અને મહાભારતમાં કર્ણ અને ભીષ્મને અસ્ત્ર-શાસ્ત્રની શિક્ષા આપી હતી.

હનુમાનજી
હનુમાનજીએ રામાયણમાં રામજીની સેનાની આગેવાની કરી હતી. મહાભારતમાં તેઓ ભીમને મળ્યા હતા અને યુદ્ધમાં અર્જુનના રથે રહીને સહાય કરવાનું વચન આપ્યું હતું.

રાવણના શ્વશુર મયાસુર
તેઓ રામાયણમાં તો હતા જ પણ તેઓએ મહાભારતમાં માયાભવન બનાવ્યું હતું. જેમાં દુર્યોધન ઊલઝીને પાણીમાં પડ્યો હતો અને દ્રૌપદીએ દુર્યોધનનો ઉપહાસ કર્યો હતો.

સુગ્રીવના મંત્રી જામવંત
સુગ્રીવના મંત્રી જામવંતે રામજી સાથે મળીને રામજી સાથે લડ્યા હતા. જામવંત એક વાર રામજી સાથે મલ્લ્યુદ્ધ કરવા માગતા હતા ત્યારે રામજીએ પણ તેમને કહયું કે આવતા અવતારમાં કરશે પછી મહાભારતમાં શ્રીકૃષ્ણ એક ગુફામાં ગયા અને ત્યાં જામવંત રહેતા હતા અને તેમણે આઠ દિવસ સુધી મલ્લયુદ્ધ કર્યું પણ જામવંતને ખબર પડી કે આ તો ભગવાન રામ છે તો તેમણે પોતાની પુત્રી જામવંતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરી દીધા.

મહર્ષિ દુર્વાસા
રામાયણનાં અંત સમયે ઋષિ દુર્વાસા લક્ષ્મણને કહે છે કે તેઓ શ્રીરામને મળવા માંગે છે. જ્યારે મહાભારતમાં પણ દુર્વાસા ઋષિને કુંતી તથા કૃષ્ણને મળતા બતાવાયા છે.•

You might also like