રૂ. પાંચ હજાર સુધીનું ટેક્સ રિફંડ ઝડપથી મળશે

નવી દિલ્હી: ઇન્કમટેક્સ કરદાતાને રૂ. પાંચ હજાર સુધીનું રિફંડ ઝડપથી મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા અનુસાર બાકી ટેક્સ ડિમાન્ડ એડ્જસ્ટ કરવા માટે રૂ. ૫૦૦૦ સુધીનું રિફંડ રોકવામાં નહીં આવે. આ પ્રકારની કાર્યવાહીના કારણે રિફંડ પ્રોસેસ લાવવામાં તેજી આવશે. પાછલાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીની વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે અત્યાર સુધી રૂ. ૬૫,૦૦૦ કરોડના રિફંડનું ચુકવણું કરી  દીધું છે.

સીબીડીટીનું આવેદન કેસોના સંબંધિત છે કે જેમાં આઇટી એક્ટના સેક્શન ૨૪૫ અંતર્ગત કરદાતાને નોટિસ આપી દેવામાં આવી હોય અને વિભાગ રિફંડ વિરુદ્ધ બાકી ટેક્સ એડ્જસ્ટ કરવાનું ઇચ્છી રહ્યો હોય. પાછલા મહિને સીબીડીટીએ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર, બેંગલુરુ અને અન્ય કર્મચારીઓને નિર્દેશ આપ્યા છે કે રૂ. ૫૦૦૦ સુધીના રિફંડ તુરંતમાં જારી કરવામાં આવે. રિફંડ મામલે સરળીકરણ લાવવા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે.

કરદાતા બાકી ટેક્સ અંગે ઇનકાર કરે ત્યારે સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના રિમાઇન્ડર બાદ પણ સંબંધિત આવકવેરા અધિકારી આ અંગે જવાબ ‘ના’ આપે તો સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર કોઇ એડ્જસ્ટમેન્ટ વગર રિફંડનું ચુકવણું કરી દેશે, જેની જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે.

You might also like