પાંચ હજાર શકમંદ ખાતાં આઈટી તપાસના દાયરામાં

મુંબઇ: નોટબંધી બાદ હવે કાળાં નાણાં પર સરકારની તવાઇ શરૂ થઇ ગઇ છે. ૫ાંચ હજાર કરતાં વધુ શકમંદ બેન્ક ખાતાં ઇન્કમટેક્સના તપાસના દાયરામાં છે. આ ઉપરાંત જેમણે જંગી રકમ જમા કરાવી છે તેમની પણ તપાસ થઇ રહી છે. ડિસેમ્બરમાં રૂ. ૧૦૦ કરોડની રકમ જમા કરાવનાર મુંબઇ સ્થિત એક ઝવેરીને ઇન્કમટેક્સ વિભાગે તાજેતરમાં સમન્સ બજાવ્યાે છે. તેમને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કયા કયા ગ્રાહકોએ નવેમ્બર ૮ બાદ સોના-ઝવેરાતની ખરીદી કરી હતી તે તમામ ગ્રાહકોના પાન નંબર રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી સ્થિત એક બિલ્ડરે ૩૦ ડિસેમ્બરના રોજ પોતાના બેન્ક ખાતામાં રૂ. ૨૫ કરોડ જમા કરાવતા આ બિલ્ડરની પણ ઇન્કમટેક્સ વિભાગે પૂછપરછ જારી કરી છે. આમ બિલ્ડરો, ઝવેરીઓ અને લક્ઝરી ચીજવસ્તુઓના વિક્રેતાઓ ઇન્સમટેક્સ વિભાગની તપાસના દાયરામાં આવી ગયા છે. એવા પાંચ હજાર શંકાસ્પદ ખાતાં છે જેમાં રૂ. એક કરોડ કે તેથી વધુ રકમ જમા કરાવાઇ છે.

You might also like