પાક. સરહદ હાઈપ્રોફાઇલ ફાઇવ ટાયર સુરક્ષાથી લોક કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાની સાથે જોડાયેલી 29000 કિલોમીટર લાંબી સીમાની સુરક્ષાને વધારે મજબૂત કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતરગત પાંચ સ્તરમાં સુરક્ષા ગોઠવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ સીમા પરથી થતી ઘૂંસણખોરીને અટકાવવાનો છે. તેમાં ચોવીસ કલાક અત્યંત ઉમદા રીતે સીમા પર દેખરેખ રાખવામાં આવશે. આ રીતના પગલાંથી પઠાણકોટ હુમલો જેવી આતંકી હુમલાઓ અને તસ્કરોની ઘૂસણખોરી પર નિયંત્રણ લાદી શકાશે.

સીમાપારની દરેક ગતિવિધી પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા, થર્મલ ઇમેજ અને નાઇટ વિઝન ઉપકરણોની સાથે યુદ્ધના મેદાનમાં ઉપયોગમાં લેવાતા રેડાર, ભૂમિગત મોનિટરિંગ સેન્સર અને જેઝર બૈપિયર્સ પણ લગાવવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ બધા ઉપકરણો ભેગા થઇને કામ કરશે. આમાથી કોઇ પણ એક ઉપકરણ ઘુસણખોરી વખતે બંધ થઇ જાય તો બીજુ ઉપકરણ તે અંગેની માહિતી કોટ્રોલ રૂમમાં આપી દેશે.

લેઝર બૈરિયર્સ 130 એવા સ્થળો પર લગાવવામાં આવ્યા છે કે જ્યાં ફેસિંગ ન હોય. તેમાં જમ્મૂ કશ્મીરના પહાળી વિસ્તારો, નદીવાળા વિસ્તારોથી લઇને ગુજરાત સુધીના હિસ્સાને સમાવી લેવામાં આવ્યા છે. આ એવા વિસ્તારો છે કે જ્યાંથી સૌથી વધારે ઘૂસણખોરી થતી હોય છે. સરકારે પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલા 29000 કિલોમીટર લાંબા બોર્ડરમાં ઘૂસણખોરી રોકવા માટે પાંચ રીતની વ્યાપક યોજના બનાવી છે.

સરકારે “કોમ્પ્રિહેંસિવ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ” (CIBMS)ની બોર્ડર તકનીક દ્વારા 24x7x365 કલાક નજર રાખવાની જવાબદારી લીધી છે. CIBMS અધિકારીએ જણાવ્યું છે કે પઠાણકોટ જેવા હુમલા ઘુસણખોરી, તસ્કરી અને કોઇ પણ રીતની અન્ય અનઇચ્છનિય ઘટનાઓ ન બને તે માટેનો અસરકાર રસ્તો છે. જો કે આ યોજના પર ખૂબ જ ખર્ચ થશે પરંતુ સરકારને વિશ્વાસ છે કે કોઇ પણ હુમલાને રોકવાનો આ એક માત્ર ઉપાય છે. આઝાદી બાદ પ્રથમ વખત એવું બનશે કે જ્યારે સરકારે પશ્ચિમી સીમાને સંપૂર્ણ રીતે લોક કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે ચૂંકિ રેડાર 360 ડિગ્રી કવરેજ કરશે, સાથે જ કેમેરા દિવસ રાત ચાલશે. જેનાથી તે બોર્ડરમાં બંને બાજુ નજર રાખી શકશે. આનો અર્થ એ થાય છે કે CIBMS સુરક્ષા દળોએ તે લોકોને પડકારવામાં પણ મદદ કરશે જે ઘુસણખોરોને ભારતમાં પ્રવેશવા માટે મદદ કરશે. પાંચ કિલોમીટરના બે ભાગમાં બે સપ્તાહ પહેલા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી એક ભાગ પંજાબ અને એક ભાગ જમ્મૂનો છે.

You might also like