પાંચ સેક્ટરમાં FDIના નિયમો હળવા કરાય તેવી શક્યતા

નવી દિલ્હી: સરકાર દેશમાં વધુ ને વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે તે માટે પ્રયત્નશીલ છે. પાંચ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમો હળવા કરાય તેવી શક્યતા છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટથી આવે તેવી દરખાસ્ત ઉપર ગંભીરતાથી વિચારાઇ રહ્યું છે એટલું જ નહીં ફૂડ રિટેલ સેગ્મેન્ટમાં પણ એફડીઆઇના નિયમો હળવા કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે, જેમાં હોમ કેર પ્રોડક્ટ્સના વેચાણમાં રાહત આપવાની દરખાસ્ત છે.

પ્રિન્ટ મીડિયા સેગ્મેન્ટમાં પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમો હળવા કરવાની તથા કન્વર્ટેબલ ડિબેન્ચરમાં પણ સરકાર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં રાહત આપવાની દરખાસ્ત ઉપર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સાથેસાથે ઓપ્શનલી અને પાર્સિયલી કન્વર્ટેબલ ડિબેન્ચરમાં પણ એફડીઆઇની છૂટની દરખાસ્ત છે. તેના કારણે સ્ટાર્ટઅપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેન્ચર કેપિટલ સેક્ટરને સીધો ફાયદો થઇ શકે છે.

You might also like