પાંચ વાનગી એકસાથે બનાવી શકાય તેવી નોન‌સ્ટિક કડાઈ

લંડન: ધીમે ધીમે લાઈફ ઇઝી બનતી જાય છે. પહેલાં એક કૂકરમાં કે એક કડાઈમાં એક જ વાનગી બનાવી શકાતી હતી, પરંતુ હવે પાંચ વાનગી એકસાથે બનાવી શકાશે. થોડા દિવસ પહેલાં એક ઇન્સ્ટાગામ યુઝરે એકસાથે પાંચ વાનગી બનાવતા હોય તેવા ગેસ પર મૂકેલી ખાંચાવાળી કડાઈ સાથેની તસવીરો તરતી મૂકી હતી. અમેરિકામાં અાવા માસ્ટર પેન થોડા સમય પહેલાં મળતા થયા છે. બ્રિટનમાં ગયા અઠવાડિયે અા પેન લોન્ચ થયા છે. સામાન્ય રીતે પેનમાં એક સમયે એક જ વાનગી બને છે, પરંતુ હવે બે-ત્રણ કે ચાર અથવા પાંચ વાનગી એક જ સ્ટવ પર બનાવી શકાશે. નોન‌િસ્ટક કડાઈઅો હવે ફેમસ થઈ રહી છે. કડાઈ ઉપરાંત નોન‌િસ્ટક તપેલીઅો પણ ચાર ભાગમાં ડિવાઈડ કરેલી મળી અાવે છે અને તેના માથે ટ્રાન્સપરન્ટ ઢાંકણું હોય છે. તેની અલગ અલગ વરાઈટી લગભગ એકથી ત્રણ હજાર રૂપિયામાં મળે છે.

You might also like