પાંચ ત્રિમાસિક ગાળામાં નફાનો વૃદ્ધિદર તળિયે

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયાના ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીઓના નફાની વૃદ્ધિ દર પર અસર જોવા મળી છે. વર્ષ ૨૦૧૭-૧૮ના એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં કંપનીઓના નફાનો વૃદ્ધિ દર ૧૧ ટકાની સપાટીએ આવી ગયો છે. જે પાંચ ત્રિમાસિક સમયગાળામાં સૌથી ઓછો છે. વિવિધ નાણાકીય સેવા પૂરી પાડતી મોર્ગન સ્ટેન્લી કંપનીએ એક અહેવાલમાં આમ જણાવ્યું છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં ચોખ્ખા નફામાં વૃદ્ધિને નકારાત્મક અસર થઇ છે. તેની પાછળનાં મુખ્ય કારણોમાં જુલાઇથી અમલમાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પૂર્વે મોટા ભાગની કંપનીઓએ જૂનો સ્ટોક કાઢી નાખ્યો હતો. એટલું જ નહીં આ માટે કંપનીઓએ ડીલરોને પણ મોટા પ્રમાણમાં નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેની અસરથી જુલાઇ મહિનામાં આવક ઘટી હતી. એટલું જ નહીં પ્રોફિટના વૃદ્ધિ દરમાં પણ ઘટાડો નોંધાયો હતો.

મોર્ગન સ્ટેન્લીના અહેવાલોના જણાવ્યા પ્રમાણે જીએસટીના કારણે રોજબરોજના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પર પ્રતિકૂળ અસર વધુ જોવા મળી છે.

You might also like