ફરિદાબાદમાં બીફની શંકાએ ઓટો ડ્રાઈવર સહિત પાંચની મારપીટ

ફરિદાબાદ: ગૌરક્ષાના નામે કથિત ગૌરક્ષકોની ગુંડાગીરી રોકાવાનું નામ લેતી નથી ત્યારે દિલ્હી નજીક આવેલા ફરિદાબાદમાં બીફની શંકાએ એક ઓટો ડ્રાઈવર અને તેની સાથે રહેલા પાંચ લોકોની મારપીટ કરવાની ઘટના બહાર આવી છે. આટલું ઓછું હોય તેમ ઓટોચાલકને ભારત માતા અને હનુમાનની જય બોલવાનું કહેતા તેમ નહિ બોલતાં તેની સારી એવી ઘોલાઈ કરાતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો.

આ ઘટનામાં એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે આ ઓટોચાલક સાથે રિક્ષામાં રહેલા તેના અન્ય સાથીઓની પણ મારપીટ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આ ઘટનામાં પોલીસે પાંચેય પીડિત સામે ગૌરક્ષા અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેસના આધારે પોલીસ હાલ ઓટોમાં ગૌમાંસ ભરેલું હતું કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. તેમજ આ અંગે પીડિતો દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવે છે કે નહિ ? તેની પોલીસ રાહ જોઈ રહી છે. આ ઘટના ફરિદાબાદના બાજડી ગામની છે. જેમાં કથિત ગૌરક્ષકોએ ઓટોચાલક અને તેના સાથીઓની બીફ લઈ જવાની શંકાએ મારપીટ કરી હતી. આ દરમિયાન ઓટોચાલકને બચાવવા આવેલા અન્ય ત્રણની પણ મારપીટ કરવામાં આવી હતી. આ કેસમાં પીડિતનું કહેવું માનીએ તો તેનો એક સાથી માંસની દુકાન ધરાવે છે. અને તે તેની રિક્ષામાં માંસ લઈને જઈ રહ્યો હતો. ત્યારે કથિત ગૌરક્ષકોએ તેને રોકી તે બીફ લઈ જતો હોવાની શંકાએ તેની મારપીટ કરી હતી.

You might also like